આમચી મુંબઈ

માહિતી અપડેટ ન કરતા ૨૯૧ પ્રોજેક્ટ મુશ્કેલીમાં

તો ૧૦મી નવેમ્બર બાદ રજિસ્ટ્રેશન રદ થશે

મુંબઈ: મહારેરા એક્ટ હેઠળ, વિકાસકર્તાઓ (પ્રમોટર્સ) માટે મહારેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સની વિગતો અપડેટ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, ડેવલપર્સ આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ડેવલપર્સ મહારેરાના રડાર પર આવી ગયા છે. જાન્યુઆરી ૨૦૨૩માં નોંધાયેલા પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરવામાં આવી છે અને તેમાંથી ૩૬૩ પ્રોજેક્ટ્સે આ નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે તેથી સપ્ટેમ્બરમાં સ્થગિત કરવામાં આવ્યા છે. હવે, ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરીને ૧૦ નવેમ્બર સુધીમાં વેબસાઈટ પર જરૂરી ફોર્મ અપલોડ ન કરનારા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ મુજબ અત્યાર સુધીમાં માત્ર ૭૨ પ્રોજેક્ટ ડેવલપર્સે પેનલ્ટીની રકમ ભરીને ઈ-ફોર્મ જમા કરાવ્યા છે. ૨૯૧ પ્રોજેક્ટના ડેવલપર્સે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી તેથી આ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન રદ થવાની શક્યતા છે. ગ્રાહકોને પ્રોજેક્ટ વિશે યોગ્ય માહિતી મળી રહે, સમયાંતરે ફેરફારો જાણવા મળે અને છેતરપિંડી ન થાય તે માટે રેરા એક્ટમાં અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ ઘણા ડેવલપર્સ આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આથી મહારેરાએ આ ડેવલપર્સ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ પાંચ વર્ષના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. ૧૮ હજાર જેટલા પ્રોજેક્ટ્સમાં આ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટના વિકાસકર્તાઓને ‘કારણ બતાવો’ નોટિસ આપવામાં આવી છે અને આ સંદર્ભે આગળની કાર્યવાહી ચાલી રહી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul