‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. નાના પર્દાનો આ શો લોકોનો પસંદગીનો શો છે. આ શોએ લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આ ટીવી સિરિયલના કલાકારોની ફેન ફોલોઇંગ કોઇ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. એક સમયહતો જ્યારે બોલિવૂડ સિતારાઓ તેમની ફિલ્મને પ્રમોટ કરવા માટે આ ફેમસ શો પર આવતા હતા. નાનાથી માંડીને વૃદ્ધો સુધીના બધા જ આ શો ઘણો જ એન્જોય કરે છે. આ શોના નામ પર કાર્ટૂન સિરિઝ પણ લોન્ચ કરવામાં આવી છે અને આ શો પર રન જેઠા રન ગેમ પણ લોન્ચ કરવામાં આવી છે. હવે આ શો પર ફિલ્મ બનાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, નિર્માતા અસિત મોદીએ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા યુનિવર્સ બનાવવાનું વિચારી રહ્યા છે.
આસિત મોદીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો આ શોને ખૂબ પસંદ કરે છે. તેને 15 વર્ષ થઈ ગયા અને લોકો હજુ પણ તેને જોઈ રહ્યા છે. લોકો માત્ર ટેલિવિઝન પર જ નહીં પણ OTT, YouTube અને અન્ય પ્લેટફોર્મ પર પણ આ શો જોઈ શકે છે, તેથી મને લાગ્યું કે શોના પાત્રો સાથે કંઈક નવું કરવું જોઈએ. આજે જેઠાલાલ, બબીતા, દયા બેન, સોઢી અને શોના અન્ય પાત્રો દરેક પરિવારના ઘરના સભ્ય જેવા બની ગયા છે. અમને 15 વર્ષથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે અને તેથી જ મેં એક ફિલ્મ બનાવવાનું વિચાર્યું છે.
ફિલ્મ બનાવવાની વાત કરતા આસિત મોદીએ જણાવ્યું હતું કે TMKOC પર એક ફિલ્મ બનાવવામાં આવશે, જે એનિમેટેડ ફિલ્મ હશે. મને લાગ્યું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માત્ર ટેલિવિઝન શો કરતાં વધુ હોવો જોઈએ. તેમાં ઘણું બધું છે. ટેલિવિઝન આપણા માટે ખૂબ મહત્વનું છે. આ શો ટેલિવિઝન પર ચાલુ રહેશે પરંતુ તે સિવાય આપણે બીજું શું કરી શકીએ. તેથી જ અમે ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો છે.