સ્થળ છે સીરિયાના હરમ શહેરની બાજુમાં આવેલું છે બેસનયા-બસઈનેહ નાનકડું ગામ. ભૂકંપે અહીં પણ જે તબાહીનું તાંડવ ખેલ્યું છે એને શબ્દોમાં વર્ણવવાનું શક્ય જ નથી અને આ બધા વચ્ચે પણ બચાવ ટૂકડીને જોઈને નાનકડી બાળકીએ કરેલી હૃદયદ્રાવક અપીલ કદાચ તમારી આંખો ભીની કરી જશે…બચાવ ટીમ ખુદ કાટમાળ વચ્ચે આ બાળકી અને તેના ભાઈને જોઈને ચોંકી ગઈ હતી.
બચાવકર્મીઓને જોઈને બાળકીએ તેમને આજીજી કરતાં કહ્યું હતું કે તમે મને અહીંથી બહાર કાઢી લો, તમે જે બોલશો એ હું કરીશ. જીવનભર હું તમારી નોકરાણી બનીને પણ રહીશ પણ પ્લીઝ મને અહીંથી બહાર કાઢો… બાળકીની આ હૃદયદ્રાવક અપીલ સાંભળીને બચાવકર્મીઓ પણ એક સેકન્ડમાં માટે ગળગળા થઈ ગયા હતા અને તેમણે બાળકીને અને તેના ભાઈને સાંત્વના આપતા કહ્યું કે અમે અહીં તને બચાવવા માટે જ આવ્યા છીએ… રેસ્ક્યુ ટીમે આ નાનકડી બાળકીને અને તેના ભાઈને કાટમાળમાંથી સુખરૂપ બહાર કાઢી લીધા. આ બાળકીનું નામ છે મરિયમ અને તેના ભાઈનું નામ છે ઈલાફ. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે પલંગ પર ઊંઘી રહી હતી.
આવી જ બીજી સ્ટોરી છે મુસ્તફા જુહૈર અલ સઈદની. તેઓ ઘરમાં તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે ઊંઘી રહ્યા હતા, ત્યારે આ ભૂકંપ આવ્યો હતો. એ અનુભવ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભૂકંપ આવ્યો ત્યારે અમને અહેસાસ થયો કે જમની હલી રહી છે અને એટલામાં તો ઉપરથી કાટમાળ પડ્યો અમારા ઉપર. બે દિવસ સુધી અમે લોકો આ કાટમાળ વચ્ચે દબાયેલા રહ્યા અને આ આખો સમય મારા મનમાં બસ એક જ વિચાર આવી રહ્યો હતો કે બીજા કોઈ સાથે પણ આવું ના થાય. આખો પરિવાર કાટમાળ વચ્ચે દબાયેલો હતો, પણ તેમણે કુરાનનું પઠન ચાલું જ રાખ્યું હતું. તેઓ જોર જોરથી કુરાન પઢી રહ્યા હતા એ આશામાં કે કોઈ તેમનો અવાજ સાંભળી લેશે અને બચાવવા માટે આવી જશે અને તેમની આ આશા ફળી પણ ખરી. લોકોએ તેમનો અવાજ સાંભળ્યો અને તેમને બચાવવા માટે આગળ આવ્યા.
તૂર્કેય અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ જ્યાં જુઓ ત્યાં બસ તબાહીનો મંઝર જ જોવા મળી રહ્યો છે. કાટમાળમાંથી હજી પણ મૃતદેહો અને લોકોને બહાર કાઢવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે એક બાળકીની માર્મિક અપીલ બચાવકર્મીઓની સાથે સાથે અનેક લોકોની આંખો ભીની કરી ગઈ છે. કાટમાળની વચ્ચે આવી અનેક મરિયમ અને મુસ્તફાની સ્ટોરી હજી કદાચ દબાયેલી હશે…
The small girl stucwin to the building😭😭
Oh my god save Turkey 🇹🇷#Turkiye #Turkey_Earthquake #Today_turkey_news #SyriaEarthquake #prayforturkey #Syria #Earthquake #sismo #AFAD #turkiye #Todaynews #2023earthquake #breaking #Prayforsyria #TurkeyQuake # pic.twitter.com/ZoWRjcaMFk— Ceylon Voice (@ceylon_voice) February 7, 2023