સ્વામી વિવેકાનંદ પોતાની હાજર જવાબી માટે જાણીતા છે. પોતાનો વેશ, પોતાની ભાષા, પોતાની જીવન પદ્ધતિ નું ગૌરવ કેવી રીતે લેવું એ યુવાનોએ વિવેકાનંદ પાસેથી શીખવા જેવું છે. એવા ઘણા પ્રસંગો છે જ્યાં અન્ય દેશના લોકોએ ભારતીય પરંપરા, જીવનશૈલી કે સંસ્કૃતિની મજાક ઉડાવી હોય અથવા તો ટીકા કરી હોય પરંતુ વિવેકાનંદે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. આજે 12 મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે ત્યારે તેમના જીવનના અમુક પ્રસંગો યાદ કરીને પ્રેરણા લેવા જેવી છે.
એક પ્રસંગમાં વિદેશની મુલાકાતે ગયેલા વિવેકાનંદને ચા આપવામાં આવી ત્યારે વિવેકાનંદ ચાના કપમાંથી રકાબીમાં અડધી ચા ઠલવીને ચા પીવા લગ્યા.આથી કોઈ ટીખળીએ મશ્કરી કરી.તમે ભારતીય આવા જ અસંસ્કારી રહ્યા ચા કેમ પીવી તે પણ આવડતું નથી.બીજા સાથેના જે લોકો હતા તે બધા ચાના કપને મોઢે મૂકીને ચા પીતા હતા.એવામાં એક આગંતુક પ્રવેશે છે.ત્યારે વિવેકાનંદ પોતાના હાથમાં વધેલી ચાનો અડધો કપ છે,તે પેલા અગંતુકના સ્વાગત માટે આપે છે.સાથે સાથે એમ બોલે છે કે, અમે ભારતીય ભલે પછાત રહ્યાં,પણ સ્વાગત કેમ કરવું તમારે અમારી પાસેથી તમારે શીખવાની જરૂર છે.
વિવેકાનંદની પ્રખર બુદ્ધિથી તેમને ભણાવનારા પ્રોફેસર ઘણી વખત મૂંઝવણમાં મુકાઈ જતા.આથી પ્રોફેસર પોતાનું સ્વમાન સાચવવા કાયમ વિવેકાનંદને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા.એક વખત એક પ્રોફેસરે વિવેકાનંદના ઉત્તરપત્રમાં માર્ક આપ્યા વગર ઇડીયટ(idiot)લખીને ઉત્તરપત્ર વિવેકાનંદને આપી દીધું.વિવેકાનંદ સમજી ગયા.તેઓ પ્રોફેસર પાસે ગયા.જઈને કહે કે,’સર ! આપે આપની સહી તો કરી, પણ મને માર્ક આપવાનું ભૂલી ગયા છો ! આવા હાજર જવાબ હતા વિવેકાનંદ !