નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાભરમાં ગર્વથી ભારતનો ઝંડો લહેરાવનાર દેશના ભૂતપૂર્વ વિદેશ ખાતાના પ્રધાન સ્વર્ગીય સુષમા સ્વરાજના નિધનને બે વર્ષ કરતાં પણ વધુ સમય પસાર થઈ ગયો છે, પણ લોકો હજી સુધી તેમને ભૂલી શક્યા નથી. તેમના પતિ સ્વરાજ કૌશલની એક પોસ્ટ હાલમાં ચર્ચામાં આવી છે.
સ્વરાજ કૌશલે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક ઈમોશનલ પોસ્ટ કરી છે. ટ્વીટર પર શેયર કરવામાં આવેલો આ ફોટો સુષમા સ્વરાજના નિધનના બે દિવસ પહેલાં જ ક્લિક કરવામાં આવ્યો હતો. સ્વરાજ કૌશલે ઈમોશનલ પોસ્ટમાં લખ્યું થે કે આ અમારો સાથે ક્લિક કરેલો છેલ્લો ફોટો છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં કૌશલના એક મિત્ર દ્વારા આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો અને તેમણે દીકરી બંસુરી સ્વરાજને પણ આ ટ્વીટમાં ટેગ કરી છે.
Our last picture together. The picture was taken by my friend @shahid_siddiqui in India International Centre a day or two before her demise on 6th August 2019. @SushmaSwaraj @BansuriSwaraj pic.twitter.com/JPPghRqNln
— Governor Swaraj (@governorswaraj) January 9, 2023
6ઠ્ઠી ઓગસ્ટ, 2019માં હાર્ટએટેકને કારણે સુષમા સ્વરાજનું નિધન થયું હતું. હજારો લોકોએ રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી હતી. એટલું જ નહીં તેમને મરણોત્તર પદ્મવિભુષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોતાની અનોખી વાક્છટા અને પ્રશાસન કૌશલ્યના બળે સુષમા સ્વરાજે તેમની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે