ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપે તમામ 182 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. એવામાં સુરતની વરાછા બેઠક પર ઉમેદવારીને લઈને ભાજપમાં ઘમાસાણ શરુ થઇ ગયું છે. સેન્સ પ્રક્રિયા વચ્ચે હાલના વિધાનસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે. કુમાર કાનાણીનું કહેવું છે કે, આશા રાખું છું કે, ભાજપ બીજીવાર તક આપશે. ઉદ્યોગપતિને નહીં પરંતુ બુથના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. ભાજપ સાથે સંબંધ ન હોય તેવા લોકોને ઉમેદવારે કેમ નોંધાવવા દેવી.
નોંધનીય છે કે સુરતમાં ભાજપની એક બેઠક પર ઉમેદવાર તરીકે ડાયમંડ ક્ષેત્રના અગ્રણી દિનેશ નાવડિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેના પર વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણી વિરોધ કરી રહ્યા છે. કુમાર કાનાણીએ ખુલીને કહ્યું છે કે, મને વિશ્વાસ છે, પાર્ટી મને પસંદ કરાશે. મેં વરાછાના લોકોની સમસ્યા સાંભળી છે. આશા રાખું છું કે, ભાજપ બીજીવાર તક આપશે.
કુમાર કાનાણીએ ડાયમંડ ઉદ્યોગ પતિ દિનેશ નવડિય અંગે કહ્યું કે, ભાજપના કેટલાક નિયમો છે. કોઈ ઉદ્યોગપતિ દાવેદારી કરે તે મને યોગ્ય લાગતું નથી. કોઈ ઉદ્યોગપતિને કેવી રીતે પ્રતિનિધિત્વ અપાય. ઉદ્યોગપતિએ બીજેપીનું કામ નથી કર્યું. કાર્યકર્તાઓ કાયમ કામ કરે છે. કાર્યકર્તાઓ કામ માટે દોડે છે. જેઓ ભાજપ માટે કામ નથી કરતા તેમને તક કેમ?
આ મામલે ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ જવાબ આપતા કહ્યું છે કે, હું ભાજપનો કાર્યકર રહી ચુક્યો છું. ડાયમંડ ઉદ્યોગ માટે મે ઘણું કામ કર્યું છે. કુમાર કાનાણીના વિચારો તેમના અંગત છે. હું ચૂંટણી લડું એ અમારા એસોસિયશનની માંગણી છે. જો મને સંગઠન એટલે કે વીએચપીનો આદેશ મળશે તો હું ચૂંટણી લડીશ.
આવામાં વરછા બેઠક પર ભાજપથી ઉમેદવારી મુદ્દે કુમાર કાનાણી સામે ઉધોગપતિનો જંગ જામશે તેમ લાગી રહ્યું છે.