સુરતમાં દીકરાની છઠ્ઠી પર નાચતા નાચતા અચાનક પિતાનું મોત થતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો હતો. મૃતકના મૃત્યુના કારણોની તપાસ માટે લોહીના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ સુરતના કોસાડ ગામમાં રહેતા કિરણ ઠાકુરના ઘરે દીકરાના જન્મ બાદ છઠ્ઠીના પ્રસંગે નામકરણ કરવામાં આવી રહ્યું હતું. આ વેળાએ નાચતાં નાચતાં અચાનક પિતા કિરણ ઠાકુર બેભાન થઇ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ કિરણભાઈને મૃત જાહેર કર્યા હતા. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવાર માં દીકરાના જન્મની ખુશીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તબીબોએ મૃતકના મોતનું સાચું કારણ જાણવા જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.