સુરતમાં અસામાજિક તત્વોને જાણે ખુલ્લોદોર મળી ગયો હોય એમ દિવસેને દિવસે આતંક વધતો જાય છે. સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં માથાભારે સખ્શ દ્વારા પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. પેટ્રોલ ભરાવવા આવેલા સખ્શે નોઝલથી ચારેતરફ પેટ્રોલ ઢોળ્યું હતું અને પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મગદલ્લા રોડ પર સોમેશ્વર કોમ્પ્લેક્સ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આ સખ્શ પેટ્રોલ ભરાવા આવેલો ત્યારે પેટ્રોલ પંપના કર્મચારી સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સો ઉશ્કેરાયો હતો અને પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ પંપના પેટ્રોલ ભરવાના નોઝલથી ચારે તરફ પેટ્રોલ ઢોળ્યું હતું અને પંપને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કર્મચારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી તેના વડે માર્યો હતો. પેટ્રોલ પંપ પર સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ સખ્શ નશાની હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
વેસુ પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.