Homeઆપણું ગુજરાતસુરતમાં શા માટે ઘોડાઓની અવર-જવર પર મૂકાયો પ્રતિબંધ?

સુરતમાં શા માટે ઘોડાઓની અવર-જવર પર મૂકાયો પ્રતિબંધ?

હજુ તો સૌરાષ્ટ્ર અને ગુજરાત ગાયોમાં જોવા મળતા લમ્પી વાયરસથી સો ટકા બહાર નીકળ્યું નથી ત્યારે અન્ય એક પ્રાણીમાં ચેપી રોગ ફેલાયો છે. જેને લીધે તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત શહેરના લાલદરવાજા વિસ્તારના અશ્વોમાં ગ્લેંડર નામક રોગ જોવા મળ્યો છે.

લાલદરવાજાથી પ કિ.મી. ત્રિજયામાં અશ્વ,ગદર્ભ, ખચ્ચર કેપોની જેવા અશ્વકુળના પશુઓને બહાર જવા ઉપર અને બહારથી અંદર આવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગ્લેંડર એ અશ્વ કુળનાં ગર્દભ, અશ્વ, ખચ્ચર જેવા પ્રાણીઓમાં બેક્ટેરીયલ (જીવાણું)ના કારણે થતો રોગ છે. સુરત સીટીનાં લાલદરવાજા વિસ્તારમાં અશ્વમાં ગ્લેંડરનો રોગચાળો જોવા મળ્યો છે. જેથી ચોર્યાસી તાલુકાના પશુ ચિકીત્સા અધિકારી અને ડીસીઝ કન્ટ્રોલ લાયઝન અધિકારીએ એક જાહેરનામા દ્વારા કેન્દ્ર સરકારની નોટીફિકેશન “The Prevention and Control of infectious and Contagious disease in Animal Act-2009″ Chapter-III, Part-20 અન્વયે સુરત શહેરનાં લાલદરવાજાથી પાંચ કિ.મી.ના ત્રિજયામાં સમાવિષ્ટ વિસ્તારના અશ્વ,ગદર્ભ, ખચ્ચર , પોની જેવા અશ્વકુળના પશુઓને આ વિસ્તારમાંથી બહાર લઈ જવા ઉપર અને બહારથી અંદર લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અહીં પશુઓનાં સેરમના ટેસ્ટિંગ કરવામા આવ્યા હતા. આ સાથે તેમને જે ફાર્મમાં બાંધવામાં આવ્યા હતા ત્યાંની માટીને પણ સેમ્પલ તરીકે લેવામાં આવી હતી. અહીંના પશુ ચિકિસ્સા વિભાગે ઉપરોક્ત પરિપત્ર બહાર પાડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -