અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
ઉશુઆઇયામાં સવાર પડી. છેલ્લા છત્રીસ કલાકના થાકમાં જેટલેગ તો જાણે ભુલાઈ જ ગયો હતો. રાતના ઢાળ ચઢીન્ો એપાર્ટમેન્ટ પર પહોંચતાં એવાં ઠૂસ થયેલાં કે સીધું પડ્યું સવાર. હજી ઉશુઆઇયાન્ો સવારના ઉજાસમાં જોવાનું બાકી હતું. હજી ખબર ન હતી કે સવારે કેવો વ્યુ અમારી રાહ જોઈ રહૃાો છે. કુમારે જ્યારથી બુકિંગ કરાવેલું ત્યારથી તમે ત્યાં પહોંચો તો ખરાં, એવું રહસ્યમય રીત્ો કહૃાા કરતો હતો. રાતના અંધારામાં અમન્ો લાઇટોથી એ તો સમજાઈ ગયું કે અહીં બધી તરફ આખું ટાઉન દેખાશે, પણ સવારે ખબર પડી કે અહીં તો બીગલ ચેનલ પર સનરાઇઝ જોવા માટે જાણે વ્યુઇંગ પોડિયમ રાખ્યું હોય ત્ોવો અનોખો નજારો અમારી રાહ જોઈ રહૃાો હતો. અહીં મ્યુઝિયમથી માંડીન્ો દુકાનો અન્ો મોટાભાગનાં રેસ્ટોરાં, બધું સવારમાં ૧૦ પહેલાં ખૂલતું નહીં, એટલે વહેલું ઊઠીન્ો ક્યાંય પહોંચવાનું છે એવું પ્રેશર ત્યાંની પહેલી સવારે તો ન હતું. અહીં બાકીની પબ્લિક હજી નસકોરાં બોલાવતી હતી ત્યારે હું ગરમ પાણીની કેટલ લઈન્ો બહાર બાલ્કનીમાં આવી. પર્પલ, પિંક, ઓરેન્જ, યેલો, બ્લેક અન્ો દરેક શેડનો બ્લુ, એક સાથે જાણે કોઈએ વોટરકલરની પ્ોલેટ સામે અમ્પ્લીફાય કરીન્ો મૂકી દીધી હોય ત્ોમ બીગલ ચેનલમાં પહાડો વચ્ચેથી નાટકીય રંગો સાથે સ્ાૂર્યોદય થઈ રહૃાો હતો.
કોઈ પણ સાધારણ માણસની જેમ એ વ્યુથી લગભગ ડઘાઈન્ો ત્યાંની તસવીરો, વીડિયો અન્ો જે શક્ય બન્ો ત્ો રીત્ો ત્ો પળોન્ો રેકોર્ડ કરવામાં લાગી જવાયું. અન્ો પછી લાગ્યું કે ત્ોન્ો માત્ર શાંતિથી બ્ોસીન્ો જોવામાં જ, અહીં કશું ન કરવામાં જ શાણપણ હતું. ફોટો કે વીડિયો ગમે ત્ોટલો સારો આવે, ગમે ત્ોવું વર્ણન કરવામાં આવે, એ સમયે દુનિયાના ખરા દક્ષિણ છેડા પર એન્ટાર્કટિકાથી આટલાં નજીક ઊભા રહીન્ો જાણે મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. આખરે અહીં પહોંચી ગયાં હતાં. આ જ દુનિયાનો છેડો હતો. એક પછી એક અમારી ટોળકીનાં મેમ્બરો ઊઠવા લાગ્યાં. ત્ો બધાંનાં મોઢે મન્ો એ જ ઇમોશનની સાઇકલ દેખાઈ, થોડા ફોટા અન્ો વીડિયો લીધા પછી, માત્ર દૂર પાણી, પર્વતો, છૂટીછવાઈ બોટ્સ અન્ો નાની ક્રૂઝ અન્ો યોટ્સ વચ્ચે હવે લગભગ ઊગી ચૂકેલો સ્ાૂર્ય પણ એકદમ સોટ અન્ો ફ્રેંડલી લાગતો હતો. આર્જેન્ટિનામાં ઓટમ શરૂ થઈ ચૂકી હતી. બાલ્કનીની બીજી તરફ એન્ડિઝ પર્વતો પર હળવો સ્નો પણ દેખાતો હતો. ત્ો સિવાય ત્યાં વેજિટેશન એકદમ રાતું થઈ ગયું હતું.
સ્ાૂર્યોદયથી પ્ોટ ભરાયા પછી અમે બ્રેકફાસ્ટ કરવા બહાર નીકળ્યાં. અમન્ો હજી ત્યારે ખબર ન હતી કે અહીં સવારે ૧૦ પહેલાં કશું નથી ખૂલતું. અમે મરીના પરના ટૂરિસ્ટિક સ્ટોલ્સ પર જઈન્ો પ્ોંગ્વિન ટાપુનું બુકિંગ કરાવવા નીકળ્યાં. સાથે એન્ડ ઓફ ધ વર્લ્ડ ટ્રેનનું બુકિંગ પણ બાકી હતું. અન્ો ત્યાં પહોંચીન્ો અમન્ો ઘણી બધી સ્થાનિક એજન્સીમાંથી માત્ર એકનું બારણું ખુલ્લું દેખાયું. ત્યાં બ્ોઠેલી સ્થાનિક ગાઇડ દારિયાએ અમારા ત્ો પછીના બન્ન્ો દિવસોનું પ્લાનિંગ સાવ સરળ બનાવી દીધું. ત્ોની પાસ્ોથી જ જાણવા મળ્યું કે અહીંની બધી એજન્સીમાં મોટાભાગનાં બોટ્સ અન્ો બસ તો એક જ ગ્રૂપનાં હતાં. અમારે પ્ોંગ્વિન ટાપુ અન્ો હિસ્ટોરિકલ ટ્રેન પાછી ઠેલીન્ો આજે સામે પથરાયેલી બીગલ ચેનલ પર જ ટચૂકડી બોટ લઈન્ો વ્હેલ, સી-લાયન અન્ો ડોલ્ફિન જોવા જવાનું હતું. અમારું ટાઇમ ટેબલ હવે સ્ોટ હતું. બીગલ ચેનલન્ો તાકી રહેવામાં જ અમારી સવાર વીતી હતી અન્ો હવે ત્ોના પર જ અમારો દિવસ પણ વીતવાનો હતો.
હવે બોટ પર ચઢતા પહેલાં જરા પ્ોટપ્ાૂજા પણ કરવી પડે ત્ોમ હતી. દારિયાએ સ્ાૂચવેલાં કાફે ‘તાન્ત્ો સારા પર જઈન્ો ક્રોસોં, એમ્પનાડા અન્ો કોફીનો નાશ્તો કર્યો. બપોર મધદરિયે વીતવાની હતી. એટલે બોટ પર પણ ખાઈ શકાય ત્ો માટે સ્ોન્ડવિચ અન્ો એમ્પનાડા સાથે લીધાં. આ કાફેની સામે એક સ્થાનિક કરિયાણા સ્ટોર અન્ો બ્ોકરીનું વિચિત્ર કોમ્બિન્ોશન હોય ત્ોવી દુકાન હતી. ત્ો પછીના બ્ો દિવસમાં આ દુકાન પર અમે કમસ્ોકમ પાંચ વાર પહોંચી ગયેલાં. ઉશુઆઇયાના અજાણ્યા રસ્તાઓ પર હવે આ એવન્યુ સાન માર્ટિન અમારો પોતાનો રસ્તો બની ગયો હતો. પ્ોટ ભરીન્ો અમે બોટ તરફ આવ્યાં. નાનકડી બોટ પર અમારી સાથે એક યંગ ફ્રેન્ચ કપલ અન્ો એક ઉંમરલાયક બ્રાઝિલિયન કપલ હતાં. બીગલ ચેનલની એક તરફ અડધું આર્જેન્ટિના અન્ો અડધું ચીલે હતું. અન્ો બીજી તરફ એન્ટાર્કટિકા.
જોકે આ વિસ્તાર પણ અંગ્રેજોના પડછાયાથી બચી શક્યો નથી. ચાર્લ્સ ડાર્વિન અન્ો કેપ્ટન ફિત્ઝરોયની ખ્યાતનામ બોટ ‘એચ.એમ.એસ. બીગલ’ અહીં ડોક થઈ હતી, ત્ોના પરથી આ ચેનલનું નામ ‘બીગલ’ પડ્યું છે. બાકી ત્ો સમયનાં સ્થાનિક લોકોની ‘યાગોન’ ભાષામાં તો ત્ોન્ો ‘ઓનાશાગા’ કહે છે. એવામાં એ પણ જાણવા મળી રહેલું કે ભારતની જેમ અહીં પણ ઘણાં સ્થળોનાં બ્ો નામો છે, એક અંગ્રેજોએ આપ્ોલું અન્ો બીજું સ્થાનિક. બોટ ચલાવતો કેપ્ટન અન્ો ત્ોનો સહાયક બંન્ો સ્થાનિક હતા અન્ો લોકવાયકાઓના ફેન હતા. એવામાં અમન્ો અલગ ગાઈડની જરાય જરૂર ન લાગી. એક તરફ અમારી સાથે એ લોકો ત્ાૂટેલી ફૂટેલી અંગ્રેજીમાં જ અંગ્રેજોન્ો ગાળો આપવામાં બોન્ડિંગ કરી રહૃાા હતા. બીજી તરફ આ ચેનલ પર આગળ વધી રહેલી નાનકડી મોટર બોટ ઉશુઆઇયાન્ો પાછળ છોડી રહી હતી.
આ જ રસ્ત્ો એક સમયે અંગ્રેજોની બોટે ઉશુઆઇયામાં ન્ોટિવ લોકોએ કરેલું તાપણું જોઈન્ો ત્યાં વસાહત છે ત્ો ખાતરી થતાં ધામા નાખ્યા હતા. ત્ો સમયે ઉશુઆઇયા વધુ ન્ો વધુ નાનું થતું ગયું. સાવ દેખાતું બંધ થયું એટલે મધદરિયે કેપ્ટનના સહાયકે ક્હૃાું કે ક્યાંય વ્હેલના ઉચ્છવાસનો ફુવારો દેખાય તો નજર રાખો. હવે અમારી નાનકડી ટોળકી ચારે તરફ વ્હેલ શાધવાના કામે લાગી ગઈ.