ગુજરાતમાં ગરમીનો પારો દરરોજ નવા રેકોર્ડ પર પહોંચી રહ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ડીસામાં રવિવારે અસહ્ય ગરમી નોંધાતા સવારે 11 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કરફ્યૂ જેવી સ્થિતિ
જોવા મળે છે. જોકે સોમવારે ગરમીથી આંશિક રાહત હતી. ઘણીવાર તાપમાનનો પારો નીચો જતો દેખાય છે, પરંતુ વાતાવરણમાં પ્રદુષણ સહિતના કારણોને લીધે ગરમીનો અનુભવ એટલો જ થતો હોય છે. આજે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ દર્શાવાઈ રહ્યું છે, પરંતુ ગરમી એટલી જ વર્તાઈ રહી છે.
ખાસ કરીને અમદાવાદમાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે એક બે દિવસ બાદ તાપમાનનો પારો નીચે જાય તેવી શક્યતા છે.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોચાની અસર ઓછી થતા અને પવનની દિશા બદલાતા હવે તાપમાન ઘટશે. 24 કલાક બાદ ધીમે ધીમે મહત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી આસપાસ ઘટવાની શકયતા દર્શાવાઈ રહી છે.આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન શુષ્ક રહેશે, તેમ જાણવા મળ્યું હતું.