રેલ્વે ટ્રેકનું સમારકામ અને સિગ્નલના કેટલાંક ટેક્નીકલ કામો માટે રવિવાર, 26 ફેબ્રુઆરીના રોજ મધ્ય, પશ્ચિમ અને હાર્બર આ ત્રણે રેલવે લાઇન પર મેગા બ્લોક રહેશે. તેથી મુસાફરોને અગવડ થવાની શક્યાતાઓ છે.
મધ્ય રેલવે ક્યાં હશે મેગા બ્લોક? માટુંગા-મુલુંડ અપ અને ડાઉન સ્લો રસ્તા પર ક્યારે ?
સવારે 11 થી બપોરે 3:55 સુધી. પરિણામે સીએસટીથી નીકળનારી સ્લો રુટ સેવા માટુંગા અને મુલુંડ આ સ્થળો દરમિયાન ડાઉન ફાસ્ટ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે. આ સેવા શીવ, કુર્લા, ઘાટકોપર, વિક્રોળી, ભાંડુપ અને મુલુંડ આ સ્ટેશન પર રોકાઇ ફરી ડાઉન સ્લો ટ્રેક પર વળાવવામાં આવશે. જ્યારે થાણેમાંથી અપ સ્લો ટ્રેક પરની સેવાઓ મુલુંડ અને માટુંગાની વચ્ચે અપ ફાસ્ટ ટ્રેક પર વળાવવામાં આવશે. આ સેવા મુલુંડ, ભાડુંપ, વિક્રોળી, ઘાટકોપર, કુર્લા અને શીવ આ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન તેના આગમનના સમયથી 15 મિનિટ મોડી પહોંચશે.
હાર્બર રેલવે
ક્યાં? પનવેલ – વાશી અપ અને ડાઉન હાર્બર માર્ગ પર ક્યારે ?
સવારે 11:05થી બપોરે 4:05 વાગ્યા સુધી. પનવેલ- બેલાપૂરથી સીએસએમટી તરફ જનારી અપ હાર્બર માર્ગ પરની સેવા અને સીએસએમટીથી પનવેલ – બેલાપુર તરફ જનારા ડાઉન હાર્બર માર્ગ પરની સેવાઓ રદ્દ કરવામાં આવશે. પનવેલથી થાણે જનારી અપ અને પનવેલ તી થાણે માટે નીકળનારી ટ્રાન્સહાર્બર માર્ગની સેવાઓ પણ રદ્દ કરવામાં આવશે. સીએસએમટીથી વાશી સુધી વિશેષ લોકલ દોડાવવામાં આવશે. બ્લોકના સમયે થાણે, વાશી, નેરુળ સ્ટેશન દરમિયાન ટ્રાન્સહાર્બર લાઇન સેવા ઉપલબ્ધ હશે.
પશ્ચિમ રેલવે
ક્યાં ? સાંતાક્રુઝથી ગોરેગાંવ અપ-ડાઉન ફાસ્ટ રુટ પર ક્યારે?
સવારે 10થી બપોરે 3 સુધી અપ-ડાઉન ફાસ્ટ ટ્રેક પરની લોકલ સેવા સાંતાક્રુઝથી ગોરેગાંવ સ્ટેશન સુધી સ્લો ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે. બોરીવલીથી નીકળાનારી કેટલીક ટ્રેન ગોરેગાવ સુધી જશે.