ઉનાળાની ઋતુએ શરૂ થઈ ગઈ છે અને આવી સિચ્યુએશનમાં તમારે તમારી જાતની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી બની ગયું છે. ઉનાળામાં સામાન્યપણે ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક, સનબર્ન અને હીટ રેશ જેવી સમસ્યા સતાવતી હોય છે. પણ અમે અહીં આજે 10 એવા સુપરફૂડ્સ લઈને આવ્યા છીએ કે જે તમારી આ સમસ્યાઓને દૂર કરવાની સાથે સાથે ઉનાળાના હોટ ડે તમારા માટે સુપર કૂલ બનાવી દેશે. જેમ જેમ ઉનાળો આવે છે તેમ તેમ અમુક ચોક્કસ પ્રકારના સિઝનલ ફળોની ભરમાર બજારમાં જોવા મળે છે, કારણ કે આવા ફળો આપણને ડિહાઈડ્રેશનથી બચાવીને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં જ મદદ કરે છે. જરૂરી પોષક તત્વો અને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ આ ફળોમાંથી મળી રહે છે. આવો જાણીએ કયા છે આ 10 સુપરફૂડ્સ કે જે ખાવાથી હોટ હોટ સમર તમારા માટે ઠંડા ઠંડા કૂલ કૂલ બની જશે.
કલિંગર
કલિંગરમાં ભરપૂર પ્રમાણમાં કલિંગર જોવા મળે છે અને આ જ કારણ છે કે ઉનાળામાં કલિંગર ખાવાથી શરીરમાં પાણીની ઉણપની સમસ્યા નથી સર્જાતી. આ ઉપરાંત આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ પણ કલિંગરમાં હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તરબૂચમાં લાઇકોપીન પણ હોય છે, જેમાં એન્ટીઓક્સીડેન્ટના ગુણ હોય છે. તેઓ ત્વચાને સૂર્યના કિરણોથી થતા નુકસાનથી બચાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
કાકડી
કાકડી પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનો પણ બેસ્ટ સોર્સ છે. કાકડીમાં વિટામિન સીની પણ જોવા મળે છે, જે શરીરમાં ઠંડક ફેલાવવાનું કામ કરે છે. ઉનાળામાં કાકડી ખાવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે.
નારિયેળ પાણી
નારિયેળ પાણી એક કુદરતી ઇલેક્ટ્રોલાઇટ પીણું છે, જે શરીરને ડિહાઇડ્રેટ થવા નથી દેતું અને એની સાથે સાથે જ તેમાં રહેલાં પુષ્કળ પોષક તત્વો પણ આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. પ્રદાન કરે છે. તે પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે, જે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ફુદીનો
ફુદીના તાસીર પણ ઠંડી હોય છે અને તે ઉનાળામાં શરીર પર ઠંડકની અસર કરે છે. એટલું જ નહીં ઉનાળામાં ગરમીને કારણે અનુભવાતા થાક દરમિયાન આ જ ફૂદીનો તમને તાજગીનો અનુભવ પણ કરાવે છે.
દહીં
દહીંમાં પ્રોબાયોટીક્સ હાજર હોય છે, જે આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને પાચન ક્રિયાને પણ સુધારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. દહીંને કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, તે શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે.
અનાનસ
અનાનસમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે, જેમાં બળતરાને ઠંડી પાડવાનો ગુણ હોય છે. આ ફળ શરીરમાં થતી બળતરાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય અનાનસમાં વિટામિન સી અને અન્ય એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત છે, જે ત્વચાને સૂર્યના કિરણોથી થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
ટામેટાં
ગોળ ગોળ ટામેટું, ઘી ગોળ ખાતું ‘તું…વાળું જોડકણું તો યાદ હશે જ બધાને. આ ટામેટાંમાં લાઈકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે ત્વચાને સૂર્યના કિરણોથી થતાં નુકસાનથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. ટામેટાંને વિટામિન સીનો બેસ્ટ સોર્સ પણ માનવામાં આવે છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજીમાં શરીર માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજી શરીર પર ઠંડકની અસર કરે છે અને શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખવા માટે સક્ષમ હોય છે.
લીંબુ
લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે શરીરના પીએચ સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને શરીરની ગરમીને પણ દૂર કરે છે.
વરિયાળી
ઉનાળામાં વરિયાળી અને તેનું શરબત શરીરને ઠંડક આપે છે. વરિયાળી શરીરમાં થતી લ્હાયને શાંત પાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વરિયાળીનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે.