મુંબઈઃ બોલીવૂડના કિંગ ખાનની સાથે સાથે તેના દીકરા અને દીકરીએ પણ માર્કેટમાં આગવી નામના મેળવી છે. વાત આજે આર્યન ખાનની નહીં, પરંતુ તેની લાડલી દીકરી સુહાના ખાનની કરીએ. આજે સુહાના ખાન 23મો જન્મદિવસ ઉજવી રહી છે, ત્યારે વાત કરીએ તેની સુહાનાની બોલ્ડ એન્ડ બ્યુટિફુલ દુનિયાની. આજે સુહાનાનો 23મો જન્મદિવસ છે ત્યારે તેને શુભેચ્છા આપનારા લાખો લોકો હશે, પરંતુ બાપ અને કિંગ ખાન શાહરુખ ખાને તેને આગવી રીતે વિશ કર્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કિંગ ખાને લખ્યું હતું કે Today is the day to get your Happy On….and forever. Love you baby. પાંચ કલાક પહેલા વિશ કરતી પોસ્ટ મૂકી હતી, જેને અત્યાર સુધીમાં 20 લાખ કરતા વધુ લોકોએ લાઈક કરી છે. આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે અને લોકો બાપ-દીકરીના ભારોભાર વખાણ કરી રહ્યા છે. કિંગ ખાનની સાથે સુહાના ખાન સોશિયલ મીડિયા પર પણ તેની વ્યક્તિગત પ્રોફાઈલને લઈ ચર્ચામાં રહે છે. સુહાના સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ કરે છે તે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે. સુહાના આ વર્ષે ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કરવા કરશે, ત્યારે તેના ચાહકો પણ તેના અંદાજને જોવા માટે તલપાપડ છે.
સુહાના ખાનને તેની પ્રથમ મેકઅપ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં જોવી ખૂબ જ સરસ લાગી. તેમના આત્મવિશ્વાસ અને વાણીએ લોકોના દિલમાં તેમનું એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. ભારતમાં તેમનો પહેલો સાર્વજનિક દેખાવ ચાહકોને ગમ્યો હતો એની સાથે જ તેમના પિતા શાહરૂખ ખાન પણ તેના આત્મવિશ્વાસના વખાણ કરતા થાક્યો નહોતો. શાહરૂખે પણ સુહાનાના પ્રથમ દેખાવના ખુલ્લેઆમ વખાણ કર્યા હતા.
સુહાના ખાનની ફિલ્મની પસંદગી પણ અન્ય સ્ટાર કિડ્સ કરતા અલગ છે, કારણ કે તમામ સ્ટાર કિડ્સ થિયેટર રિલીઝ અને મોટી ફિલ્મ સાથે તેમની ફિલ્મની શરૂઆત કરવા માંગે છે. તે સમયે સુહાનાએ ઓટીટી ડેબ્યૂ પસંદ કરવામાં આવી હતી. હવે સુહાનાની મૂવી કેવી રહેશે એ જોવાનું રહેશે. એનાથી બીજી રસપ્રદ વાત કરીએ તો સુહાના ખાન સોશિયલ મીડિયા ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતા પહેલા જ તેના 3.8 મિલિયન ફોલોઅર્સ છે.
સુહાના તેના શ્રેષ્ઠ અંદાજમાં ટ્રોલર્સને જવાબ આપવા માટે પણ જાણીતી છે. યુએસમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે સુહાનાએ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ નામની શોર્ટ ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ તેની કોલેજ માટે શૂટ કરવામાં આવી હતી. આ શોર્ટ ફિલ્મમાં સુહાનાએ તેની સુઘડ અને ઉત્તમ અભિનયથી બધાના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેણે પોતાના અલગ-અલગ એક્સપ્રેશન બતાવ્યા હતા. જ્યારે આ ફિલ્મની કેટલીક ક્લિપ્સ સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જેણે ફેન્સને તેના દિવાના બનાવી દીધા હતા.