Homeવેપાર વાણિજ્યકડવી બનશે સવારની ચા, કોફી? આ હશે કારણ....

કડવી બનશે સવારની ચા, કોફી? આ હશે કારણ….

આપણે ત્યાં એવું કહેવાય છે કે જેના અથાણા બગડ્યા એનું આખું વર્ષ બગડ્યું અને જેની ચા બગડી એનો દિવસ બગડ્યો… હવે સવારની ચાની ચૂસકી કડવી બનાવતા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર છે ખાંડ એટલે કે સાકર સંબંધિત… ખાંડ એ આપણા નિયમિત આહારનો એક મહત્ત્વનો ભાગ છે અને આ ખાંડ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. આ ખાંડ માનુનીઓનું મહિનાનું બજેટ ખોરવી શકે છે.

આવું એટલા માટે કે આ વખતે ખાંડનું ઉત્પાદન ઘટવાને કારણે પરિસ્થિતિ વધુ વણસતી દેખાઈ રહી છે. ઉત્પાદન ઘટવાને કારણે સાકર મોંઘી થઈ શકે છે. ચાલો જાણીએ કે આખરે ભારતમાં ખાંડના ઉત્પાદનની સ્થિતિ શું છે અને દેશના કયા રાજ્યોમાં ખાંડનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને ક્યાં વધી રહ્યું છે…

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખાંડના ઉત્પાદનનો ડેટા એકઠો કરવામાં આવી રહ્યો છે. ચાલુ સિઝનમાં 15મી એપ્રિલ સુધી ખાંડનું ઉત્પાદન 6 ટકા ઘટીને 3 કરોડ 11 લાખ ટન થયું છે. સાકરનું ઉત્પાદન ઘટવા પાછળના કારણની વાત કરીએ એનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનની ઘટના હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો અનુસાર, ઉદ્યોગ સંગઠન ISMA અનુસાર, માર્કેટિંગ વર્ષ 2021-22માં સમાન સમયગાળામાં ખાંડનું ઉત્પાદન 3 કરોડ 28.7 લાખ ટન હતું. પરંતુ આ વર્ષે તે ઘટીને 17 લાખ ટન પર આવી ગયું છે.

મહારાષ્ટ્ર ખાંડ ઉત્પાદનનું મોટું રાજ્ય છે. પરંતુ અહીં જ ખાંડના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં ગત સિઝનમાં ખાંડનું ઉત્પાદન 12.65 મિલિયન ટન હતું, જે આ વર્ષે ઘટીને 10.5 મિલિયન ટન થયું છે. એ જ સમયે, કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન 58 લાખ ટનથી ઘટીને 55.3 લાખ ટન થઈ ગયું છે.

ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના આંકડા પરથી એવું જાણવા મળી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ ખાંડના ઉત્પાદનમાં બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે અને ગત સિઝનમાં ખાંડનું ઉત્પાદન 94.4 લાખ ટન હતું. આ વખતે તે પહેલી ઓક્ટોબર, 2022થી 15મી એપ્રિલ, 2023 સુધીમાં વધીને 96.6 લાખ ટન થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં ખાંડના ઉત્પાદનના મોટા આંકડાથી કેન્દ્ર સરકારે રાહતનો શ્વાસ લીધો છે.

ISMAએ માર્કેટિંગ વર્ષ 2022-23 માટે અનુમાન લગાવ્યું છે કે આ વખતે દેશમાં 3.40 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થઈ શકે છે, જ્યારે ગયા વર્ષે ખાંડનું ઉત્પાદન 3.58 મિલિયન ટન હતું. ખાંડના ઉત્પાદનમાં ઘટાડો એ ભારત માટે ચિંતાનો વિષય છે. બ્રાઝિલ પછી ભારત વિશ્વનો બીજો ખાંડ ઉત્પાદક દેશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -