હાલ સુદાનમાં ભીષણ ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. ગૃહયુદ્ધમાં કર્ણાટકના હક્કી-પીક્કી આદિવાસી સમુદાયના 31 લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી. જેને લઈને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને વિદેશ પ્રધાન એસ જયશંકર અને વચ્ચે ટ્વીટર યુદ્ધ વધુ તીવ્ર બન્યું હતું. જેને લઈને જયરામ રમેશે વિદેશ પ્રધાન એસ જયશંકરની નિંદા કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા ટ્વીટમાં કેન્દ્ર સરકાર પર સુદાન ગૃહ યુદ્ધમાં ફસાયેલા લોકોને પાછા લાવવામાં નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો કે સુદાનમાં હક્કી પિક્કી (જનજાતિ)ના કેટલાક લોકો છેલ્લા ઘણા દિવસોથી ખાધા વિના અટવાયા છે. સરકારે હજુ સુધી તેમને પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી નથી. સિદ્ધારમૈયાએ લખ્યું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન, વિદેશ પ્રધાન અને મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને તેમને સલામત રીતે પરત લાવવા સુનિશ્ચિત કરે.
Since you are the External Affairs Minister @DrSJaishankar I have appealed you for help.
If you are busy getting appalled please point us to the person who can help us bring our people back. https://t.co/B21Lndvxit
— Siddaramaiah (@siddaramaiah) April 18, 2023
“>
વિદેશ પ્રધાન એસ જયશંકરે આનો જવાબ આપતા લખ્યું કે હું તમારી ટ્વીટથી સ્તબ્ધ છું. લોકોના જીવ જોખમમાં છે, તેના પર રાજકારણ ન કરો. સુદાનમાં લડાઈ 14 એપ્રિલે શરૂ થઈ હતી, ત્યારથી ખાર્તુમમાં એબેન્સી લોકો સાથે સંપર્કમાં છે.
વિદેશ મંત્રી જયશંકરે વધુમાં લખ્યું કે સુરક્ષાના કારણોસર ભારતીયોની વિગતો અને સ્થાન જાહેર કરી શકાય નહીં. સુદાનમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિનું રાજનીતિકરણ કરવું અત્યંત બેજવાબદારીભર્યું છે. ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને બહાર ન નીકળવા મંગળવારે એક એડવાઇઝરી જાહેર કરી હતી. એટલું જ નહીં, લોકોને રાશન સપ્લાય કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, હજુ થોડા દિવસો સુધી આ સ્થિતિ રહી શકે છે.
હવે આ સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા જયરામ રમેશે વિદેશ પ્રધાન એસ જયશંકરની નિંદા કરી છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે ‘પૂર્વ મુખ્યપ્રધાનને યોગ્ય અપીલ માટે વિદેશ પ્રધાન તરફથી આઘાતજનક પ્રતિસાદ મળ્યો છે. આ દુષ્ટતા જેના પાસેથી આવી છે એ માણસને હું ખૂબ સારી રીતે જાણું છું … એમણે નવી નવી વફાદારી વિકસાવી છે, જે તેઓ કહે છે તેવું કરે છે એવું બતાવવા માંગે છે.’
A most appalling response from the External Affairs minister to a former CM with a genuine appeal. This level of nastiness from a man I have known so very well… who has developed new loyalties and who wants to show that in whatever he says and does. I am 😷 on his past. https://t.co/Eh9sixxbU9 pic.twitter.com/NdtPYGIipZ
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 19, 2023
“>