ગરમીની શરૂઆત થઈ ચુકી છે અને અનેક મહિનાઓ પછી પંખાની સાથે સાથે એસી ચાલુ કરવાના દિવસો આવી ગયા છે. ઘણી વખત એવું બને છે કે બરાબર ગરમીના સમયે પંખો ધોખો આપી દે છે. જો તમારા પંખામાંથી પણ ખટ ખટ અવાજ આવે છે તો અત્યારે જ ચેતી જાવ… તમે પણ સિલિંગ ફેનનો ઉપયોગ કરો છો અને આ નાનકડી બેદરકારી રાખશો તો એકદમ આ સાધારણ દેખાતો પંખો તમને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે એ જ વિશે આપણે વાત કરીશું. તમારો આ સિલિંગ ફેન બ્લાસ્ટ થઈ શકે છે. આવો જાણીએ કે આ સિલિંગ ફેન બોમ્બની જેમ ફાટી શકે છે એની પાછળનું કારણ શું છે તે ના જાણતા હોવ તો આવો અમે તમને જણાવીએ કે આખરે કેમ પંખામાં બ્લાસ્ટ થાય છે.
પાંખમાં ખરાબી હોવી…
જો પંખો બરાબર રીતે ના ચાલતો હોય કે તેમાં નાની મોટી કોઈ પણ ખામી હોય તો તે પંખામાં બ્લાસ્ટ થવાની પુરે પુરી શક્યતા રહેલી છે.
અપૂરતા પ્રમાણમાં વીજપુરવઠો-
ઓછા વીજ પુરવઠો અને અનિયમિત પુરવઠાને કારણે પણ પંખામાં બ્લાસ્ટ થઈ શકે છે. વીજળીની અનિયમિતતા અને ઓછી વીજળી મળવાના કારણે પંખામાં રહેલી મોટર અને કેપેસિટરને ખૂબ અસર પડતી હોય છે જેથી તે બગડી જાય છે અને પછી તેમાં બ્લાસ્ટ થઈ જાય છે.
વધારે પડતો લોડ-
જો પંખા પર વધારે લોડ આપવામાં આવે તો પંખામાં બ્લાસ્ટ થવાની શક્યતા છે. પંખાની કેપેસિટી કરતા વધુ સમય પંખાને ફેરવવાથી પંખાની મોટર પર અસર પડે છે. મોટર પર લોડ પડવાથી મોટર ખરાબ થઈ જાય છે અને બ્લાસ્ટ થવાની સંભાવના રહેલી છે.
પંખામાં ધૂળ અને કચરો જમા થાય તો…
પંખાની મોટર અને બ્લેડ્સ પાસે ધૂળ જમાં થઈ જાય છે. ધૂળ એકત્ર થવાથી પંખાની સ્પીડ સ્લો થઈ જાય છે આવા સમયમાં પંખાની મોટર પર લોડ પહોંચે છે. જો ધ્યાન ન આપવામાં આવે તો પંખામાં બ્લાસ્ટ થઈ શકે છે.
પંખો ચાલે ત્યારે ટક-ટક આવે છે…
જ્યારે સિલિંગ ફેન શરૂ કરવામાં આવે છે ત્યારે જો તેમાંથી સાઉન્ડ આવતો હોય તો ચેતી જજો. આ સાઉન્ડનો મતલબ એ છે કે પંખાની મોટર અને બ્લેડમાં ખરાબી છે. જો તેના પર ધ્યાન ન રાખ્યું તો બ્લાસ્ટ થઈ શકે છે…