પગારવધારો…
પગારવધારો એક એવી બાબત છે કે જે દરેક નોકરિયાતને મળે એટલી ઓછી લાગે છે. આ વર્ષે પગારવધારાને લઇને કર્મચારીઓની અપેક્ષા આસમાને જોવા મળી રહી છે. સર્વેમાં સામેલ 90 ટકા કર્મચારીઓ આ વર્ષે પગારવધારા બાબતે આશાવાદ ધરાવે છે. દેશમાં, 90 ટકા કર્મચારીઓ પગારવધારાની આશા રાખે છે અને તેમાંથી અંદાજે 20 ટકા કર્મચારીઓએ પગારમાં 4-6 ટકા વધારો મળશે એવું અનુમાન લગાવ્યું હતું. જ્યારે 19 ટકા કર્મચારીઓને પગારમાં 10-12 ટકાની વૃદ્ધિની આશા રાખી રહ્યા છે.
દેશમાં 78 ટકા કર્મચારીઓને ગયા વર્ષે પગારવધારો મળ્યો હતો અને પગારવધારાનો દર સરેરાશ 4-6 ટકાની વચ્ચે હતો અને આ વર્ષે દેશમાં જો પગાર વધારો ન પણ કરવામાં આવે તો અંદાજે 65 ટકા કર્મચારીઓ કેટલાક પ્રકારના મેરિટ બોનસ, પેઇડ હોલિડે જેવા ફાયદાઓ મળી શકે છે.
ગયા વર્ષની વાત કરીએ તો દર 10માંથી 6 એટલે કે 62 ટકા કર્મચારીઓના પગારવધારા બાદ આ વર્ષે વધુને વધુ કર્મચારીઓ પગારવધારાની આશા રાખી રહ્યાં છે. કર્મચારીઓને અત્યારની નોકરીમાં ઇન્ક્રિમેન્ટ મળશે તેવી આશા છે અને જો નહીં મળે તો તેઓને નવી નોકરી પણ મળી રહેશે તેવો વિશ્વાસ પણ ધરાવે છે. આ વર્ષે એમ્પ્લોયર જો પગારવધારો કરવા માટે સક્ષમ ન હોય તો કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખવા માટે એમ્પ્લોયીને ફાયદો આપવા માટે અન્ય રસ્તાઓ શોધવા પડશે.
મોંઘવારીને કારણે જીવનશૈલી પણ વધુ ખર્ચાળ બની છે, જેની સામે આવકમાં વધારો જોવા મળતો નથી. આવક પર પ્રતિકૂળ અસર જોવા મળી છે અને ઉચ્ચ પગાર ધરાવતા લોકો પણ દબાણ અનુભવી રહ્યાં છે. લોકો જીવનજરૂરી વસ્તુઓને ખરીદવા માટે પણ સંઘર્ષ કરી રહ્યાં છે તેમજ ઉચ્ચ વ્યાજદરો, વધુ ભાડા તેમજ ખાદ્યપદાર્થો વધુ મોંઘા થતા તેઓ આર્થિક મર્યાદાને કારણે વધુ તણાવ અનુભવી રહ્યાં છે.