મધ્ય પ્રદેશના ગુના વિસ્તારમાં આવેલી મિશનરી સ્કૂલમાં ‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર વિવાદનું કારણ બની ગયું હતું. સાતમા ધોરણના વિદ્યાર્થીએ આ સૂત્રોચ્ચાર કર્યો તો શિક્ષકે રોષે ભરાઈને ઢોરમાર માર્યો હતો આગામી ચાર પિરિયડ માટે જમીન પર બેસાડી રાખ્યો હતો. ઘટનાની માહિતી મળતા હિંદુ આગેવાનો અને વાલીઓે શાળામાં હોબાળો કર્યો હતો અને આ મામલે બે શિક્ષક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
એક સ્થાનિકે આ મામલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ક્રાઈસ્ટ સ્કૂલમાં ભણે છે અને બુધવારે પ્રાર્થના પછી ‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાંભલીને રોષે ભરાયેલા શિક્ષકે શિક્ષા આપી હતી અને ડરાવીને ધમકાવવામાં આવ્યો હતો.
વાલીઓ, ABVP, બજરંગ દળ અને સામાજિક સંગઠનના લોકો ગુરુવારે બપોરે 12 વાગ્યે શાળાએ પહોંચ્યા. ત્યાં તેમણે હોબાળો કર્યો. તમામ લોકો સ્કૂલ પરિસરમાં પ્રદર્શન કરવા બેસી ગયા. તેમણે સૂત્રોચ્ચાર સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. માહિતી મળતાં પોલીસ અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના માટે સ્કૂલ મેનેજમેન્ટે લેખિતમાં માફી માગી હતી. આ સાથે સંબંધિત શિક્ષકે પણ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ પછી સામાજિક સંગઠનોએ સ્કૂલ મેનેજમેન્ટ પર FIR કરવાની વાત પર કરી. SDM, CSPએ પણ આ કેસને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે સાડાચાર વાગ્યે સુધી હોબાળો ચાલુ રહ્યો હતો. અધિકારીઓની ખાતરી બાદ સમગ્ર ઘટના ઉકેલાઈ હતી.