રખડતા ઢોરને કારણે આવારનવાર દુર્ઘટનાઓનો બનતી હોવાના સમાચાર મળવા છતાં પણ ગુજરાત સરકાર આ સમસ્યાનો હલ કાઢવામાં નિષ્ફળ રહી છે. તંત્રની બેદરકારીને કારણે આજે પાટણમાં બે મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના આઘર ગામમાં રખડતા ઢોરે ચાર મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાંથી બે મહિલાનાં મોત નીપજ્યા છે. જેયારે બે મહિલાઓને ઇજા પહોંચી છે.
આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇજાગ્રસ્ત મહિલના જણાવ્યા પ્રમાણે, અમે વહેલી સવારે ગામના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક જ એક આખલાએ દોડીને અમારા પર હુલમો કરી દીધો હતો. બંને ઘાયલ મહિલાઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર સારવાર ચાલી રહી છે.
ગામ લોકોના જણાવ્યા પ્રમાણે, વિસ્તારમાં રખડતા ઢોરનાં આતંકની આ પહેલી ઘટના નથી પરંતુ આ પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે. તંત્ર આ અંગે કોઈ પગલા લેતું નથી. અમારા ગામમાં જ 300થી 400 ઢોર રખડતા હોય છે.
નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટ અનેકવાર રખડતા ઢોરની સમસ્યા અંગે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી ચુકી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગુજરાત સરકારને ગંભીર સવાલો કર્યા હતા.