ક્યારેક કુદરત એવી રમત રમી જાય છે કે જોનારા આશ્ચર્યચકીત થિ જાય છે. આવો જ એક કિસ્સો હરિયાણાના ફરિદાબાદમાં બન્યો છે. એક યુવકના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પણ એને કોઇ સંતાન નહતું. માટે તે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા ગયો. ત્યાં તેણે જે જાણ્યું એ સાંભળતા જ એના પગ નીચેની જમીન ખસી ગઇ. કારણ કે એના શરીરમાં ઓવ્હરી, યુટ્રસ અને ફેલોપિયન ટ્યૂબ જેવા મહિલાઓના અવયવ મળી આવ્યા.
એક વેબ પોર્ટલ સાથે વાત કરતા યુવકે જણાવ્યું હતું કે, ‘પોતે 30 વર્ષનો છે. અત્યાર સુધી તેને કોઇ પણ સમસ્યા થઇ નથી. એનું વૈવાહિક જીવન અંત્યત સારી રીતે ચાલી રહ્યું છે. માત્ર તેને સંતાન નહતું થઇ રહ્યું તેથી તે નારાજ હતો’
ડોક્ટર્સના મત મુજબ આવી ઘટના જૂજ બનતી હોય છે. પણ વિશ્વમાં આવા ઘણાં લોકો છે જેમના શરિરમાં મેલ અને ફિમેલ બંને પ્રકારના અવયવો વિકસીત થાય છે. જેને સેકન્ડરી સેક્સુઅલ કેરેક્ટર કહેવામાં આવે છે. આ અનાવશ્યક અવયવો શરિરમાંથી દૂર પણ કરી શકાય છે. આ યુવકના શરિરમાંથી રોબોટિક ઓપરેશન દ્વારા આ અવયવો કાઢવામાં આવ્યા છે એમ પણ ડોક્ટરે જણાવ્યું હતું.
ડોક્ટરના મત મુજબ આ યુવાનને પર્સિસ્ટંટ મ્યુલેરિયન ડક્ટ સિંડ્રોમ (PMDS) હતો. તેથી તે પિતા બની શકશે નહી. પણ જો એની ઇચ્છા હશે તો ટેસ્ટટ્યૂબ બેબીના માધ્યમથી પિતા બની શકે છે. એના શરિરમાંથી ફિમેલ ઓર્ગન્સ કાઢવામાં આવ્યા છે. તેનું વૈવાહિક જીવન એકદમ ઉત્તમ રીતે ચાલી રહ્યું છે.