Homeદેશ વિદેશટીન, કોપર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ આગેકૂચ

ટીન, કોપર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશ સાથે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં આગેકૂચ રહી હોવાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપરમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩૫ની આગેકૂચ જોવા મળી હતી. જોકે આજે નિકલ અને બ્રાસ શીટ કટિંગ્સમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૦ અને રૂ. બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૫ વધીને રૂ. ૨૧૨૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૬૮૫ અને રૂ. ૬૧૫, કોપર સ્ક્રેપ હેવીના ભાવ રૂ. ૪ વધીને રૂ. ૬૭૫, કોપર વાયરબારના ભાવ રૂ. ૩ વધીને રૂ. ૭૫૮, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ રૂ. બે વધીને રૂ. ૪૬૫ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૬૫૪ના મથાળે રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૦ ઘટીને રૂ. ૨૪૪૫ અને બ્રાસ શીટ કટિંગ્સમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૫૦૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય એલ્યુમિનિયમ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -