(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: હોંચ્યા હતા. સેન્સેક્સ ૩૧૮ પોઈન્ટ્સ વધીને જ્યારે નિફ્ટી ૧૮,૪૦૦ની નજીક બંધ રહ્યો હતો. સારા નાણાકીય પરિણામોની અસરથી ટાટા મોટર્સના શેરમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
શેરબજારમાં ફરી એક વખત તેજીનો પવન ફૂંકાયો છે. પાછલા સપ્તાહે ફુગાવાના સારા ડેટાને કારણે સેન્ટિમેન્ટને એક ટેકો મળ્યો છે અને તેજી માટે એક કારણ પણ મળ્યું છે. આ સપ્તાહે ૫૦૦ કંપનીના પરિણામ પણ જાહેર થઇ રહ્યાં છે અને તેને પરિણામે શેરલક્ષી કામકાજ ચાલુ રહેશે. આપણે અહીં પાછલા અંકમાં જણાવ્યું તે પ્રમાણે નિફટીએ ૧૮,૪૦૦-૧૮,૫૦૦ની રેન્જમાં આગેકૂચ કરી છે.
બજારના સાધનો અનુસાર સ્થાનિક ધોરણે રિટેલ ઈન્ફ્લેશન બાદ ડબલ્યૂપીઆઈ ઈન્ફ્લેશનમાં ઘટાડા, કંપનીઓ અને ખાસ કરીને ટાટા મોટર્સ અને ડીએલએફના સારા પરિણામને પગલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. રિયલ્ટી શેરોમા આજે ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૨,૫૬૨.૬૭ અને નીચામાં ૬૧,૯૫૦.૩૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૧૭.૮૧ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકા વધીને ૬૨૩૪૫.૭૧ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૮,૪૫૮.૯૦ અને નીચામાં ૧૮,૨૮૭.૯૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૮૪.૦૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૬ ટકાના ઉછાળા સાથે ૧૮૩૯૮.૮૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સ પેકમાં આજે મારૂતિના શેરોમાં સૌથી વધુ ૦.૮૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટીસીએસ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, નેસ્લે ઈન્ડિયા અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.
રિયલ્ટી, મેટલ, આઈટી, ટેકનો, બેન્ક, ઓટો અને ટેલીકોમ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે પાવર અને ઓઈલ, ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૭ ટકા અને ૦.૪૯ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૨.૯૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, આઈટીસી, હિન્દુસ્તાન યૂનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.