વિશ્ર્વ બજાર પાછળ શૅરબજારમાં સુધારો, આઇટી અને ફાઇનાન્શિયલ શેરોમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રના એકંદર સારા પરિણામને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે આઇટી અને ફાઇનાન્શિયલ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ ૩૧૯.૦૯૦ પોઇન્ટ અથવા તો ૦.૫૩ ટકા વધીને ૬૦,૯૪૧.૬૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સ ૪૦૦ પોઇન્ટ ઊંચા મથાળે ખૂલ્યો હતો અને ૬૧,૦૦૦ પાર કરી ૬૧,૧૧૩.૨૭ પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૯૦.૯૦ પોઇન્ટ અથવા તો ૦.૫ ટકા વધીને ૧૮,૧૧૮.૫૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સત્ર દરમિયાન નિફ્ટી ૧૮,૧૬૨.૬૦ પોઇન્ટ અને ૧૮,૦૬૩.૪૫ની રેન્જમાં અથડાયો હતો. તેના ૫૦માંથી ૩૨ શેરમાં સુધારો અને ૧૮ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં હિંદુસ્તાન યુનીલિવરનો શેર ૧.૮૯ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય વધનારા ટોચના શેરોમાં સન ફાર્મા, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, સ્ટેટ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી ટ્વીન્સ અને નેસ્લેનો સમાવેશ હતો. બીજી તરફ ૪.૬૨ ટકાના કડાકા સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર બન્યો હતો. સૌથી વધુ ગબડનારા સેન્સેક્સના અન્ય શેરોમાં એનટીપીસી, લાર્સન એન્ડ ટૂબ્રો, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટાઇટનનો સમાવેશ હતો.
આજે રિયલ્ટી, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો અને ટેલીકોમ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ઇજઊ મિડકેપ અને ઇજઊ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૪૪ ટકા વધીને અને ૦.૩૦ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ સન ફાર્માના શેરમાં ૧.૯૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં હિન્દુસ્તાન યૂનિલિવર, આઈશર મોટર્સ, યૂપીએલ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અલ્ટ્રાકેમ્કોના શેરમાં ૪.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ગ્રાસિમ, એનટીપીસી, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યૂ સ્ટીલનો સમાવેશ થાય છે. દરમિયાન, અલકાર્ગો જૂથની કંપની ગતિ લિમિટેડે નાગપૂર અને ગોહાટીમાં એડવાન્સ સરફેસ ટ્રાન્સપોર્ટ સેન્ટર સ્થાપ્યા હોવાનું એક્સચેન્જને જણાવ્યું છે.
સેન્સેક્સની ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૨૮૦.૨૬ લાખ કરોડ રહ્યું હતું. જે શુક્રવારે રૂ. ૨૮૦.૮૭ લાખ કરોડ હતું. ધરણી કેપિટલનો આઇપીઓ આઇપીઓ ૬.૫૨ ગણો ભરાયો છે. કંપનીનો આઇપીઓ ૨૦મી જાન્યુઆરીએબંધ થયો હતો. જેમાં એચએનઆઇ અને રિટેલ ક્વોટા અનુક્રમે ૬.૨૧ ગણો તથા ૬.૮૨ ગણો છલકાયો હતો. આ આઇપીઓની કુલ સાઇઝ રૂ. ૧૦.૭૪ કરોડની હતી.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૪૯ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૪૯ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૪૪ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૪૪ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૩૬ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૩૩ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૪૩ ટકા વધ્યા હતા, જ્યારે એકમાત્ર બીએસઈ સ્મોલ કેપ ૦.૩૦ ટકા ઘટ્યો હતો. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૧૬ ટકા વધ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૧.૨૮ ટકા ઘટ્યો હતો.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૦.૧૩ ટકા, એનર્જી ૦.૩૫ ટકા, એફએમસીજી ૦.૭૩ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૦.૫૭ ટકા, હેલ્થકેર ૦.૮૦ ટકા, આઈટી ૧.૬૫ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૫૨ ટકા, ઓટો ૦.૬૪ ટકા, બેન્કેક્સ ૦.૭૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૩૯ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૫૩ ટકા અને ટેક ૧.૪૮ ટકા વધ્યા હતા, જ્યારે કોમોડિટીઝ ૧.૧૪ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૭ ટકા, યુટિલિટીઝ ૦.૨૯ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૨૯ ટકા, મેટલ ૦.૧૮ ટકા, પાવર ૦.૪૫ ટકા, રિયલ્ટી ૦.૭૨ ટકા અને સર્વિસીસ ૦.૨૫ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સમાં હિન્દુસ્તાન યુનિલિવર ૧.૯૪ ટકા, સન ફાર્માસ્યુટીકલ ૧.૮૫ ટકા, ટેક મહિન્દ્રા ૧.૬૫ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ ૧.૫૬ ટકા અને ઈન્ફોસિસ ૧.૪૭ ટકા વધ્યા હતા, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૪.૬૨ ટકા, એનટીપીસી ૧.૨૨ ટકા, ટાટા સ્ટીલ ૦.૭૩ ટકા, લાર્સન એન્ડ ટૂબ્રો ૦.૫૮ ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૫૪ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૨૩ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓને ઉપલી અને નવ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. ઉ