હાર્ટએટેક, કેન્સર, બ્લડ શુગર અને અસ્થમા જેવી બિમારીઓને કારણે છેલ્લાં કેટલાંય વર્ષોમાં મુંબઇમાં મૃત્યુદર વધ્યો છે. આ પાર્શ્વભૂમિ પર મુંબઇના લોકોના આરોગ્ય પર થનારા પરિણામો જાણી લેવા અને તે અંગે યોગ્ય ઉપાયયોજના બનાવવા માટે મુંબઇ મહાનગરપાલિકાના સાર્વજનીક આરોગ્ય વિભાગ દ્વારા વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી મુંબઇમાં ‘ડબ્લ્યુએચઓ સ્ટેપ્સ’ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇગરા મિઠાનો વધુ પડતો ઉપયોગ કરે છે અને કસરતને અવગણતા હોવાનું જાણવા મળ્યું છે. મુંબઇમાં દારુ અને તંબાકુના સેવનનું પ્રમાણ વધારે છે. ખોરાકમાં ફળ અને શાકભાજીનું પ્રમાણ ઓછું છે. અને ખોરાકમાં મિઠાના વધુ પડતા પ્રમાણ અને કસરતની અવગણનાને કારણે શુગર અને બ્લડ પ્રેશર જેવી બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે મૃત્યુદર વધી રહ્યો છે, પણ મુંબઇના લોકો આ વાતથી અજાણ છે. તેથઈ આ વાતનો અભ્યાસ કરવા મુંબઇ મહાનગરપાલિકા અને વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માર્ગદર્શનમાં ‘નિલસન આઇક્યૂ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ આ સ્વતંત્ર સંશઓધન સંસ્થા દ્વારા આરોગ્ય સંબધિત માહિતી ભેગી કરવામાં આવી.
સર્વેક્ષણના મુખ્ય પરિણામ
– મુંબઇમાં લગભગ 94 ટકા લોકો પૂરતા પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાતા નથી. આ પ્રમાણ વ્લડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નક્કી કરેલા પ્રમાણથી 50 ટકા ઓછું છે.
– મુંબઇગરા દિવસમાં એવરેજ 8.6 ગ્રામ મિઠાનું સેવન કરે છે, જે ઘણું વધારે છે.
– અઠવાડિએ 150 મિનિટ વ્યાયામ આવશ્યક છે, માત્ર 10માંથી 7 લોકો વ્યાયામ તરફ બેધ્યાન છે.
– લગભગ 48 ટકા લોકોનું વજન એવરેજ વજનથી વધારે છે.
– 12 ટકા લોકોમાં સ્થૂળતા છે જેમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે.
– તંબાકુના ઉપયોગનું પ્રમાણ 15 ટકા છે, એટલે રોજ 12 ટકા લોકો તંબાકુનું સેવન કરે છે.