નાગપુર: રાજ્યએ પડોશી કર્ણાટકના મરાઠીભાષી વિસ્તારોમાં લોકોની પાછળ મક્કમપણે ઊભા રહેવું જોઇએ, એવું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવીને વધુમાં રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે તેઓને નુકસાન થાય એવું વર્તન ન કરે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સરહદ પર સ્થિત ગામોના વિકાસ માટે એક વિશેષ કાર્યક્રમ શરૂ કરશે અને તેમના પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ કરશે. મહારાષ્ટ્ર સરકાર કર્ણાટકમાં અટકાયતમાં લેવામાં આવેલા લોકો અને નેતાઓની મુક્તિ માટે પ્રયાસો કરી રહ્યું છે, એમ તેમણે બે રાજ્ય વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદ વચ્ચે જણાવ્યું હતું.
નાગપુરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના પહેલા દિને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતાં વિપક્ષના નેતા અજિત પવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહની દરમિયાનગીરી છતાં શિવસેનાના સાંસદ ધૈર્યશીલ માને (શિંદે જૂથના)ને કર્ણાટકના બેલગામમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
કર્ણાટક સાથેના સરહદવિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન અંગે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિના વડા તરીકે તાજેતરમાં માનેની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે બેલગામ વહીવટીતંત્રને વિનંતી કરી હતી કે તેઓ શહેરમાં તેમની મુલાકાત માટે વ્યવસ્થા કરે. જોકે જિલ્લા સત્તાવાળાઓએ તેમના પ્રવેશ પર એમ કહીને પ્રતિબંધ મૂક્યો હતો કે તેમના દ્વારા સંભવિત ઉશ્કેરણીજનક ભાષણ કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી કરી શકે