ટેક-વ્યૂ -વિરલ રાઠોડ
ઇન્ડિયા પાકિસ્તાનની ક્રિકેટ મેચ જોવાનો રોમાંચ ખરેખર દરેક વ્યક્તિએ એક વખત તો એન્જોય કર્યો જ હશે. એ મેચની રસાકસી અને એક અનોખો માહોલ દેશપ્રેમ વાળો એકાએક સામે આવે છે. ટીવી સામે અને સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની એક અલગ મજા હોય છે. સ્ટેડિયમ અને ટીવી બંનેનો એક ચોક્કસ વર્ગ છે. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે ખરા કે લાઈવ મેચ આપણા ટીવી કે મોબાઇલ સુધી આખરે કેવી રીતે પહોંચતી હશે? એક ક્રિકેટ મેચમાં ખરેખર કેવા અને કેટલા કેમેરા કામ કરતા હશે? એનો કંટ્રોલરૂમ કેવો અને કેવડો હશે? દરેક જગ્યાએ એક જ સમાન લાઈવ પ્રસારણ કેવી રીતે ડિલિવર થતું હશે. આ તમામ અને એનાથી પણ વધારે ઊંડાણથી સ્ટેડિયમ ટૅકનોલૉજીના દરિયામાં મરજીવાની જેમ ડૂબકી મારવા માટે તૈયાર થઈ જાવ. સ્ટેડિયમ ટૅકનોલૉજી પર એક રિસર્ચ આધારિત સર્વે સામે આવ્યો છે. જેમાં દુનિયાભરમાં જેટલા પણ સ્ટેડિયમ છે એમાં એક ચોક્કસ ટૅકનોલૉજી સામાન્ય માધ્યમ પર ઉપયોગમાં લેવાય છે. જોઈએ આજ ટૅકનોલૉજી પર એક નજર.
ફૂટબોલ પ્રેમીઓ માટે ઓસ્કાર એવોર્ડ જેવડી મહત્ત્વની ઇવેન્ટ એટલે ફીફા કપ. કતાર આ વખતે આ ટુર્નામેન્ટનો યજમાન દેશ છે. જ્યારે ફીફા અંગેની બેઠક પૂર્ણ થઈ અને કતાર પર પસંદગી ઉતરી એ સમયથી અખાતના રાષ્ટ્રએ એક જ મહિનામાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેની પાસે અત્યારે ૨૨થી વધારે અતિઆધુનિક અને ટૅકનોલૉજીથી સજ્જ સ્ટેડિયમ છે. એસ્પાયર ઝોન ફાઉન્ડેશનના ટૅકનોલૉજી ઓફિસર મૂળ ભારતીય અને કેરળના ટેકનોક્રેટ નિયાસ અબ્દુલ રહેમાન જણાવે છે કે દિવસે દિવસે સ્ટેડિયમ ટૅકનોલૉજી રોકેટ સાયન્સની જેમ જટિલ તેમજ સ્પીડથી બદલી રહી છે. અવકાશ જેટલી વિશાળતા ધરાવતી આ ટૅકનોલૉજીમાં એક સામાન્ય કેમેરા પણ કેટલી મોટી ક્રિએટિવિટી સુધી પહોંચી શકે છે એનો લાઈવ ઉદાહરણ છે. સ્ટેડિયમ ટૅકનોલૉજી આમ તો થોડી જૂની છે પરંતુ ડિજિટલ ડિવાઇસની મદદથી એક નવા આયામ સુધી લઈ જવાનું કામ આ ભારતીય મૂળના વ્યક્તિએ કરી બતાવ્યું છે. અત્યારે કતાર ફૂટબોલની યજમાન ની કરવા માટે સંપૂર્ણપણે સર્જે છે ત્યારે ટૅકનોલૉજી ઉપર એક નજર કરીએ કે આ સ્ટેડિયમ શા માટે વિશેષ છે. ૫લ ટૅકનોલૉજીથી સજ્જ અને હાઈસ્પીડ વાઇફાઇથી ફૂટબોલ સ્ટેડિયમ જોડાયેલું છે. જે આઠ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યા છે એ તમામનું કંટ્રોલિંગ માત્ર એક જ સેન્ટર પરથી કરી શકાય એવી ટૅકનોલૉજી ઊભી કરવામાં આવી છે.
આખી સ્ટેડિયમમાં સિસ્ટમ સ્ક્રીન અને કેમેરા એવી રીતે સેટઅપ કરવામાં આવ્યા છે કે એન્ટ્રીથી લઈને ડ્રોઈંગ રૂમ સુધી તમામનું મોનિટરિંગ એક જ ક્લિક ઉપર કરી શકાય. કુલ ૧૫,૦૦૦ કેમેરા એ પણ કલર, ૮૦૦થી વધારે સ્ક્રીન, પીવાના પાણીથી લઈને શૌચાલય સુધી એક એવી વ્યવસ્થા જેમાં દર્શકોને કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે. એની સામે સિક્યુરિટી સિસ્ટમ પણ એવી જડબેસલાક કે ચકલું ફરકે તો પણ ખબર પડી જાય. માત્ર ૫૦૦ સ્ક્રીન તો સ્ટેડિયમમાં દર્શકોને લાવ્યું જોવા માટે છે જેમાં કોઈપણ એન્ગલથી કેમેરો સેટ કરવામાં આવે તો સ્ટેડિયમનો કોઈ એક ચોક્કસ ભાગ જ દેખાય આખું સ્ટેડિયમ તો કંટ્રોલરૂમમાંથી જ જોઈ શકાય. પેવેલિયનમાંથી પણ માત્ર ગ્રાઉન્ડ વ્યુ જ જોવા મળે જ્યારે કંટ્રોલ રૂમમાંથી સ્ટેડિયમના દરેક સેક્શનમાં કઈ ખુરશી ઉપર કોણ બેઠું છે એની આખી ડીટેલ જોઈ શકાય. સૌથી ખાસ અને ચોકાવનારી વાત એ છે કે ડાયમંડ ટાઇપના અને પોઇન્ટર તરીકે ઓળખાતા આ કલર્સ કેમેરા એક કેપ્ચરમાં ૪૫,૦૦૦ ચહેરાઓને રેકોર્ડ કરી શકે છે. જેને ઝૂમ કરવાથી એક પણ ચહેરો ફાટતો નથી.
ડિજિટલ ટ્વીન ટૅકનોલૉજીથી તૈયાર થયેલા આ સ્ટેડિયમને જ્યારે આકાર આપવામાં આવી રહ્યો હતો ત્યારે જ ટૅકનોલૉજીના દૃષ્ટિકોણથી સમગ્ર સ્ટેડિયમ ઊભું કરવામાં આવ્યું હતું. જે માટે તમામ કોન્ટ્રાક્ટરને ચોક્કસ પ્રકારની તાલીમ અને ગાઇડલાઇનનું પાલન કરવાનું હતું સૌથી ખાસ વાત એ છે કે દરેક સ્ટેડિયમમાં માત્ર સ્ટેડિયમની લાઈટ જ નહીં પરંતુ સતત અને સખત ગરમી આપતી સનલાઈટને પણ કંટ્રોલ કરી શકાય છે. દર્શકોથી ખીચોખીચ ભરાયેલું સ્ટેડિયમ આટલા લોકોને કેવી રીતે મૂંઝવણ ફ્રી રાખી શકે. આ માટે ખાસ વાત એ છે કે આખું સ્ટેડિયમ એરકન્ડિશનથી તૈયાર છે. સ્પોર્ટ્સ ટૅકનોલૉજીના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એવું બની રહ્યું છે કે, દરેક દર્શકોની બેઠક વ્યવસ્થા એન્ટ્રી ડેટ ડ્રોઈંગ રૂમ અને પેવેલિયન તમામ વસ્તુ ડિજિટલી કનેક્ટ છે. એટલું જ નહીં આ દરેક વસ્તુનું જીપીએસ મેપિંગ કરવામાં આવ્યું છે જેનું કંટ્રોલિંગ કંટ્રોલરૂમમાંથી થાય છે. એટલે કઈ સીટ ઉપરથી શું થયું અને ક્યાં ભંગાણ થયું એની તમામ વિગત માત્ર એક જ ક્લિકમાં મળી રહે.
ગ્રાઉન્ડની ઊંચાઈથી લઈને સ્ટેડિયમની ગોળાઈ સુધી દરેક વસ્તુ માપીને તૈયાર કરવામાં આવી છે. ઊંચાઈ વિશે એક વાત કહી શકાય કે ગ્રાઉન્ડ પરથી ગમે તે ખૂણામાં કીકમારો કોઈ એક કેમેરામાં તો દડો ઝડપાયા જ જાય. આ તમામ સીસીટીવી કેમેરા એવી રીતે સેટ કરાયા છે કે ઝડપથી કોઈના નજરમાં આવે એમ નથી. સિક્યુરિટી સિસ્ટમ પણ એટલી કડક છે કે જો ખ્યાલ આવે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો એન્ટ્રીગેટ કે એક્ઝિટ ગેટ ઓટોમેટિકલી રિમોટ કંટ્રોલ દ્વારા કંટ્રોલરૂમમાંથી જ લોક કરી શકાય. આશ્ર્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે સ્પોર્ટ્સ ટૅકનોલૉજીની સાથે સ્ટેડિયમની કનેક્ટિવિટી અને એનું પિક્ચર ૩મ ફોર્મેટમાં જોઈ શકાય છે. (ક્રમશ)
———
આઉટ ઓફ ધ બોક્સ
સંસારના પ્લે ગ્રાઉન્ડમાં કાયમ હારી જતો માણસ નબળો ખેલાડી નથી હોતો. તે એ વાત સમજે છે કે ગ્રાઉન્ડને સાચવવા જતું કરવાનું અન્યથા મહાભારતનું મેદાન બનતા વાર નહિ લાગે.