Homeઆપણું ગુજરાત જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એસટી-રેલવેની વિશેષ સેવા

 જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એસટી-રેલવેની વિશેષ સેવા

ગુજરાતમાં પંચાયત સેવા વર્ગ-3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા રવિવારના યોજાવા જઈ રહી છે. રાજ્યમાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા છ હજાર બસ દોડાવાશે જ્યારે રેલવે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવશે, તેવું સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું.
મળતી માહિતી મુજબ એસ.ટી. નિગમ દ્વારા 6000 જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે  અમદાવાદ, સુરત, વડોદરા, ભાનવગર, અમરેલી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લામાંથી અન્ય જિલ્લાના દૂરના નાનકડા તાલુકામાં પણ પરીક્ષા સેન્ટર આપવામાં આવ્યું છે.  આ ઉપરાંત રેલવે ‘પરીક્ષા સ્પેશિયલ ટ્રેન’ દોડાવશે. આ પરીક્ષામાં અંદાજિત 9.53 લાખ જેટલા ઉમેદવાર નોંધાયા છે, જેને ધ્યાનમાં રાખીને રવિવારે ગુજરાતમાં એસટી નિગમની 6 હજાર બસ રસ્તા પર દોડશે. સરકારે કોલ લેટર ડાઉનલોડ કરીને પ્રોસેસ કરનારા ઉમેદવારોના ખાતામાં 254 રૂપિયા મુસાફરી ભાડાનાં નાખી દીધા છે. જોકે ગત વખતે આ પરીક્ષાનું પેપર લીક થતાં વહીવટી તંત્રએ આ વખતે ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રની જિલ્લા ફેરબદલી કરી નાખી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -