જૂનાગઢમાં આવેલા ભવનાથના મેળામાં હાલમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેમની સવલત માટે ગુજરાત સ્ટેટ બોર્ડ અને પશ્ચિમ રેલવેએ ખાસ બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી છે. સામાન્ય દિવસો કરતા અહીં આવતા તમામ રૂટ પર વધારે ટ્રેન અને બસ ફેરી થઈ રહી છે. જનતાની સેવા માટે મૂકવામાં આવેલી આ વધારાની સુવિધાએ બન્ને બોર્ડને મેવા આપ્યા છે.
એસટીને પ્રથમ દિવસે 1.33 લાખની આવક થઈ હતી. 14 ફેબ્રુઆરીથી એસટી દ્વારા મેળાને લઇ વધારાની બસોનું સંચાલન કરાયું હતું.
આમાં પ્રથમ દિવસ(14 ફેબ્રુઆરીએ) 3,755 મુસાફરો દ્વારા એસટીને કુલ રૂ. 1,33,952ની આવક થઇ હતી. આમાં ખાસ કરીને મેળા માટે બસ સ્ટેશનથી ભવનાથ સુધી 12 વાહનો દ્વારા 50 ટ્રીપ કરવામાં આવી હતી જેમાં 785 ભાવિકો દ્વારા થયેલી રૂ. 15,450ની આવકનો સમાવેશ થયો છે.
જ્યારે રેલવેના કોમર્શિયલ મેનેજર રામસ્વરૂપ મહાવરે જણાવ્યું હતું કે,રેલવે દ્વારા રાજકોટ જૂનાગઢ અને કાંસિયા નેસ જૂનાગઢ મેળા સ્પેશ્યલ ટ્રેન 15 ફેબ્રુઆરીથી ચલાવાઇ હતી
આ માત્ર પહેલા દિવસની આવકના આંકડા મળ્યા છે. આ મેળો 18મી સુધી ચાલશે. શિવરાત્રીના દિવસે અહીં માનવ મહેરામણ ઊભરાશે, આથી આ આવકમાં હજુ ઘણો વધારો થશે. સરકારી સેવાઓ જો સારી અને સમયસરની સુવિધાઓ આપે તો ફડચામાં જવાનો સવાલ જ ન રહે.