ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીએ એકથી એક ચડિયાતી ફિલ્મો આપીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. બાહુબલી ફેમ ડિરેક્ટર હાલમાં પોતાની ફિલ્મ ‘RRR’ના ઓસ્કાર કેમ્પેઈનમાં વ્યસ્ત છે. તેમની આ પીરિયડ ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર હિટ હતી અને ભારતમાં તેમજ વિદેશમાં લોકોની પ્રશંસા મેળવી હતી.
And the foRRRce continues to be with #RRRMovie 🔥🌊🤩
Hollywood filmmaker @JJAbrams, the director of Star Wars, Mission Impossible and many other remarkable movies, said that he is a 𝙃𝙐𝙂𝙀 𝙁𝘼𝙉 𝙤𝙛 #𝙍𝙍𝙍.
Glad to see @SSRajamouli meet him at the Governors Awards.❤️ pic.twitter.com/U2Jf9BYEGT
— RRR Movie (@RRRMovie) November 20, 2022
દરમિયાન, રાજામૌલી તાજેતરમાં હોલીવુડ ફિલ્મ નિર્માતા જેજે અબ્રામ્સને મળ્યા હતા, જેમણે પોતાને ફિલ્મ ‘RRR’નો મોટા ચાહક ગણાવ્યા હતા. રાજામૌલીએ હાલમાં જ ઓસ્કાર 2023 માટે ‘RRR’ને પ્રમોટ કરતી વખતે લોસ એન્જલસમાં એક એવોર્ડ ફેક્શનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેઓ જેજે અબ્રામ્સને મળ્યા હતા. જેજે અબ્રામ્સ સ્ટાર વોર્સ અને મિશન ઈમ્પોસિબલ ફ્રેન્ચાઈઝીના ભાગોના નિર્દેશન માટે જાણીતા છે. બંનેએ સાથે મળીને કેમેરા માટે પોઝ આપ્યા હતા. જેજે અબ્રામ્સે જણાવ્યું હતું કે તેમને ‘RRR’ ફિલ્મ ઘણી પસંદ આવી હતી.
ફિલ્મના ચાહકોને ખુશખબર આપતા રાજામૌલીએ કહ્યું હતું કે તેની સીક્વલ ટૂંક સમયમાં આવવાની છે. તેમણે શિકાગોમાં એક સ્ક્રીનિંગ દરમિયાન સિક્વલનો ખુલાસો કર્યો હતો અને સિક્વલની પટકથા લેખન પર હાલમાં કામ ચાલી રહ્યું છે.