કિંગખાન તેના કામ અને રોમાન્સને કારણે તો હંમેશા જ લાઈમલાઈટમાં રહે છે, પણ આ સિવાય તે પોતાની હાજરજવાબી સ્વભાવ અને મજેદાર કમેન્ટ્સ માટે ફેન્સનો ફેવરેટ છે. આ વખતે શાહરુખ ખાનની હાજરજવાબીનો પરચો કોઈ ઈન્ટરવ્યુ કે ખાસ વાતચીતમાં હોસ્ટ કે તેના ફેન્સને નહીં પણ તેની દીકરીને થયો છે.
સુહાના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ અને હોટ ફોટો શેયર કર્યા હતા. આ ફોટોમાં ખરેખર તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે, પણ તેમ છતાં આ પોસ્ટ પર એસઆરકેએ કરેલી કમેન્ટે દીકરીના હિસ્સાની લાઈમલાઈટ છીનવી લીધી છે, એટલું જ નહીં કિંગખાને કમેન્ટમાં દીકરીની પોલ પણ ખોલી નાખી હતી.
View this post on Instagram
સુહાનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલાં પહેલાં ફોટોમાં સુહાના ડીપ વી નેકવાળા ટાઈટ બ્લેક ગાઉનમાં કમાલની સુંદર દેખાઈ રહી છે. બીજા એક ફોટોમાં સુહાનાએ પિંક કલરનો આઉટફિટ પહેર્યો છે, જેમાં તે માતા ગૌરી ખાન અને શનાયા કપુર સાથે જોવા મળી રહી છે. ત્રીજા ફોટોમાં સુહાનાએ એ જ શોર્ટ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે અને તેમાં તે હોટ અને બોલ્ડ પોઝ આપી રહી છે.
આ પોસ્ટમાં સુહાના ખૂબ જ સુંદર દેખઆઈ રહી છે તેમ છતાં લાઈમલાઈટ તો પપ્પા શાહરુખે ચોરી લીધી હતી. કિંગખાને પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ જ સુંદર લાગી રહી છે મારી દીકરી… ઘરમાં તું જે આખો દિવસ પાયજામો પહેરીને ફરતી રહી છે, એના કરતાં આ લૂક કેટલો અલગ છે…
કિંગખાની આ કમેન્ટને અત્યાર સુધી 1,600થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને લોકો આ કમેન્ટ વાંચીને ખૂબ જ હસી રહ્યા છે. પપ્પાની દીકરીએ આ કમેન્ટ પર પપ્પાને થેન્ક્સ નો રિપ્લાય પણ કર્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ સુહાના નેટફ્લિક્સથી એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.