કિંગખાન હાલમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે અને તેનું કારણ છે તેની ફિલ્મ પઠાણ. શાહરુખ દર બીજા-ત્રીજા દિવસે તેના ફેન્સ લોકો સાથે સોશિયલ મીડિયા પર કનેક્ટ થાય છે અને તેમની સાથે વાત-ચીત કરે છે. આજ રીતે શાહરુખ ખાન ટ્વીટર પર લાઈવ આવ્યો હતો અને તેમાં તેના કોઈ ફેને તેને બેંક એકાઉન્ટનો પાસવર્ડ પૂછ્યો હતો અને કિંગખાને તેના અનોખા અંદાજમાં ફેનને જવાબ પણ આપ્યો હતો. શાહરુખ ખાન તેની હાજરજવાબી માટે ખૂબ જ ફેમસ છે.
વાત જાણે એમ છે કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો એક ડાયલોગ જ તેની દમદાર વાપસીનું કારણ બની ગયું છે અને આ જ ડાયલોગને જ્યારે ફેને તેના બેન્ક એકાઉન્ટનો પાસવર્ડ માગ્યો હતો તો જવાબમાં શાહરૂખ ખાને આ જ ડાયલોગ આપી દીધો હતો. જવાબમાં શાહરુખે લખ્યું હતું કે જિંદા હૈ…
ZindaHaiATBB https://t.co/W2MirOyICW
— Shah Rukh Khan (@iamsrk) February 4, 2023
અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાન ટ્વીટર પર AskSRK સેશન કરે છે. જેમાં તે ફેન્સના સવાલોના અનોખા અંદાજમાં જવાબ આપે છે.
આ જ સેશનમાં એક ફેને તેને પૂછ્યું હતું કે શું તું હંમેશા જ ફિલ્મમાં હીરોના રોલ કરશે કે ક્યારેક હીરો-હીરોઈનના માતા-પિતાનો રોલ પણ કરશે? આ સવાલનો જવાબ આપતા કિંગખાને લખ્યું હતું કે ભાઈ તું બાપ બનજે… હું તો હીરો જ ઠીક છું…
Tum baap bano…main hero hi theek hoon. https://t.co/E7UfidumyN
— Shah Rukh Khan (@iamsrk) February 4, 2023
પઠાનની સફળતાના સ્વાદ ચાખી રહેલાં કિંગખાને તેની આગામી ફિલ્મ જવાન વિશે પણ વાતચીત કરવાનું શરુ કરી દીધું છે. આ જ સેશનમાં એક ફેને તેને પૂછ્યું કે જવાનમાં વિજય સેતુપતિ સાથે કામ કરવાના અનુભવ કેવો રહ્યો તો કિંગખાને કહ્યું કે આ અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો અને થોડો પાગલપણ ભર્યો પણ હતો આ અનુભવ.
બીજા એક યુઝરે લેડી સુપરસ્ટાર નયનતારા સાથે કામ કરીને કેવું લાગ્યું તો એના જવાબમાં કિંગખાને કહ્યું કે ખૂબ જ સ્વીટ છે. અનેક ભાષાઓ તે સારી રીતે બોલી લે છે. અનુભવ સારો રહ્યો. આશા રાખું છું કે તમને પણ આ ફિલ્મ ગમશે….