હેડિંગ વાંચીને જ મગજ ચકરાવે ચડી ગયા ને કે આવું કઈ રીતે પોસિબલ છે? આ કોઈ ફિલ્મ નહીં પણ રિયલ લાઈફ સ્ટોરી છે અને આ કપલ એટલે બોની કપૂર અને શ્રીદેવી… બોની કપૂરએ ઈન્ડસ્ટ્રીના એક વેલનોન ફિલ્મમેકર છે અને પહેલાં તેમણે શ્રીદેવી પાસે રાખડી બંધાવી હતી અને પછી શ્રીદેવી સાથે જ લગ્ન કરી લીધા હતા. શ્રીદેવી અને બોની કપૂરની લવ સ્ટોરી બી-ટાઉનની લોકપ્રિય લવસ્ટોરીમાંથી એક છે…
અત્રે ઉલ્લેખનીય છે કે બોની કપૂરે હિન્દી સિનેમાને ‘મિસ્ટર ઈન્ડિયા’ અને ‘જુદાઈ’ જેવી આઈકોનિક ફિલ્મો આપી છે અને આ ફિલ્મોમાં શ્રીદેવીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પહેલાં બોની કપૂર શ્રીદેવી પાસે રાખડી બંધાવતા હતા અને આગળ જતાં તે એના જ પ્રેમમાં પડ્યા અને આખરે બંને જણે લગ્ન કરી લીધા હતા.
જ્યારે શ્રીદેવીની વાત કરીએ તો એ સમયે શ્રીદેવી અને મિથુન એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આવી પરિસ્થિતિમાં, જ્યારે પણ એક્ટ્રેસ બોની કપૂરને મળતી ત્યારે મિથુન તેના પર શંકા કરતો હતો અને મિથુને પોતાની શંકા દૂર કરાવવા માટે જ બોની કપૂરને શ્રીદેવી રાખડી બંધાવતા હતા.
જ્યારે શ્રીદેવી અને મિથુન એકબીજાને ડેટ કરી રહ્યા હતા એ સમયે મિથુન પરિણીત હતો અને યોગિતા બાલી તેની પત્ની હતા. આવી સ્થિતિમાં મિથુન શ્રીદેવી સાથે રહેવા તો માગતો હતો, પણ પત્ની યોગિતાને કોઈ પણ સંજોગોમાં છોડવા માટે તૈયારપ નહોતા. થોડાક સમય બાદ મિથુન અને શ્રીદેવીનું બ્રેકઅપ થયું અને વર્ષ 1996માં શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કરી લીધા.
બીજી બાજુ બોની કપૂરે પણ શ્રીદેવી સાથે લગ્ન કરવના માટે પહેલી પત્ની મોનાને છૂટાછેડા આપી દીધા હતા અને શ્રીદેવી સાથે એક પ્રાઈવેટ ફંક્શન કરીને લગ્ન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીદેવી અને બોની કપૂરના પરિવારમાં બે દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરનો સમાવેશ થાય છે અને જ્હાન્વી કપૂર હાલમાં એક્ટિંગમાં પણ સક્રિય છે.