કોલકાતાઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ વનડે પૈકી આજની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ હતી. ટોસ જીતીને શ્રીલંકાએ પહેલી બેટિંગ લીધી હતી, જેમાં શ્રીલંકા 215 (39.4 ઓવરમાં) રને ઓલઆઉટ થઈ ગયું હતું, જેથી ભારતને જીતવા માટે 216 રન કરવાના રહેશે.
અહીંની વનડે મેચમાં શ્રીલંકાની શરુઆત થોડી ઝડપથી થઈ હતી, પરંતુ ધીમે ધીમે મિડલ ઓવરમાં શ્રીલંકાના બેટ્સમેને પ્રભુત્વ ગુમાવ્યું હતું, જ્યારે ટીમ ઈન્ડિયાવતીથી કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને ઉમરન મલિક મળીને શ્રીલંકાની રમતની ધીમી કરી હતી. ભારતવતીથી મહોમ્મદ સીરાજે ત્રણ અને કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ઉમરાન મલિકને બે અને અક્ષર પટેલેને એક વિકેટ મળી હતી. શ્રીલંકાવતીથી સૌથી વધારે રન ફર્નાન્ડો (63 બોલમાં પચાસ રન)અને મેંડિસ (34 રન) સારી ભાગીદારી નોંધાવી હતી, પરંતુ તેમને રોકવામાં ભારતીય બોલર સફળ રહ્યા હતા, જેથી તબક્કાવાર શ્રીલંકાની વિકેટ પડી હતી.
શ્રીલંકાની સૌથી પહેલી વિકેટ મહોમ્મદ સીરજે ઝડપી હતી, જેમાં અવિષ્કા ફર્નાન્ડોને ક્લિન બોલ્ડ કર્યો હતો, જ્યારે દસ ઓવરમાં એક વિકેટે 51 રન બનાવ્યા હતા. બીજી વિકેટ કુસાલ મેંડિસની કુલદીપ યાદવે લીધી હતી, જ્યારે ધનંજય ડી સિલ્વાને અક્ષર પટેલે બોલ્ડ કર્યો હતો. પાંચમી વિકેટ શનાકા બે રને આઉટ થયા પછી 125 રનમાં પાંચ વિકેટ પડી હતી. ઉમરાન મલિકે પણ ખાતું ખોલતા બે વિકેટ શાનદાર લીધી હતી, જેમાં અક્ષર પટેલે શાનદાર કેચ કર્યો હતો. શ્રીલંકાની પહેલી વિકેટ 29 રને પડી હતી, જ્યારે નવમી અને દસમી વિકેટ પડી હતી. 39.4 ઓવરમાં શ્રીલંકાની આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, જેથી ભારતીય બેટસમેન પહેલી મેચના માફક રમે તો ભારતની જીત નક્કી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.