કાર્તિક માસના શુક્લ પક્ષના છઠના દિવસે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોના આવી રહેલા છઠ તહેવાર માટે, રેલવે પ્રશાસને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બિહારના દાનાપુર સુધી બે-બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પુણે-દાનાપુર વચ્ચે એક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
આ ટ્રેન પશ્ચિમ મધ્ય રેલવેના ઈટારસી, જબલપુર અને સતના સ્ટેશનો થઈને દાનાપુર જશે. ટ્રેન નંબર 01411 CSMT-દાનાપુર સ્પેશિયલ ટ્રેન 26 અને 29 ઓક્ટોબરના રોજ 11:55 કલાકે સીએસએમટી સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 00:20 કલાકે ઈટારસી, 04:30 કલાકે જબલપુર, 08:25 કલાકે સતના અને 17 કલાકે દાનાપુર સ્ટેશન પર પહોંચશે.
એવી જ રીતે ટ્રેન નંબર 01412 દાનાપુર – CSMT સ્પેશિયલ ટ્રેન દાનાપુર સ્ટેશનથી 27 અને 30 ઓક્ટોબરના રોજ 19:55 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 04:25 કલાકે સતના, 07:00 કલાકે જબલપુર, 10.40 કલાકે ઈટારસી અને 23:50 કલાકે CSMT સ્ટેશન પહોંચશે.
આ ટ્રેનમાં 16 જનરલ ક્લાસ અને 2 SLRD સહિત કુલ 18 કોચ હશે. બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન દાદર, કલ્યાણ, નાશિક રોડ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે.
એવી જ રીતે 01415 પુણે-દાનાપુર સ્પેશિયલ ટ્રેન પુણે સ્ટેશનથી 28 ઓક્ટોબરે 00.10 કલાકે ઉપડશે અને આગામી દિવસ 08:00 વાગ્યે દાનાપુર સ્ટેશન પહોંચશે. ત્યાર બાદ ટ્રેન નંબર 01416 દાનાપુર – પુણે સ્પેશિયલ ટ્રેન દાનાપુર સ્ટેશનથી 29 ઓક્ટોબરના રોજ 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16:30 કલાકે પુણે પહોંચશે.
આ ટ્રેનમાં 14 જનરલ ક્લાસ અને બે SLRD સહિત કુલ 16 કોચ હશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં દાઉન્ડ ચોર્ડ લાઇન, અહેમદનગર, કોપરગાંવ, મનમાડ, ભુસાવલ, ઇટારસી, જબલપુર, સતના, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને આરા સ્ટેશનો પર ઉભી રહેશે.