Homeઆપણું ગુજરાતગંગામૈયા કી જયઃ હરિદ્વાર માટે છઠ્ઠી મેથી શરૂ થશે સ્પેશિયલ ટ્રેન

ગંગામૈયા કી જયઃ હરિદ્વાર માટે છઠ્ઠી મેથી શરૂ થશે સ્પેશિયલ ટ્રેન

કોલેજોમાં ઉનાળું વેકેશન શરૂ થયું છે. આ સાથે દસમા અને બારમાના વિદ્યાર્થીઓ સિવાય તમામ વેકેશન માણી રહ્યા છે. તો જો તમને ગંગામાં ડૂકી લગાવવાનું મન થાય અને હરિદ્વાર જવાનું મન થાય તો તમારી માટે છ્ઠી મેથી સ્પેશિયલ ટ્રેન શરૂ થવાની છે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન વડોદરાથી 6 મેથી 24 જૂન 2023 સુધી (કુલ 8 ટ્રીપ) અને હરિદ્વારથી દર રવિવારે 7મી મેથી 25મી જૂન 2023 સુધી (કુલ 8 ટ્રીપ) દોડશે. આ વિશેષ ટ્રેન વિશે રેલવે દ્વારા મળતી માહિતી અનુસાર ટ્રેન નંબર 09129 વડોદરા – હરિદ્વાર સ્પેશિયલ 6 મે થી 24 જૂન, 2023 સુધી દર શનિવારે 19:00 કલાકે વડોદરાથી ઉપડશે અને દર રવિવારે 14:30 કલાકે હરિદ્વાર પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 09130 હરિદ્વાર – વડોદરા સ્પેશિયલ 7મી મે થી 25મી જૂન, 2023 સુધી દર રવિવારે 17:20 કલાકે હરિદ્વારથી ઉપડશે અને દર સોમવારે 11:25 કલાકે વડોદરા પહોંચશે.

આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા જંક્શન, હઝરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફર નગર, તાપરી અને રૂરકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
આ ટ્રેન માટે પેસેન્જર રિઝર્વેશન તમામ કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTC વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -