બસ પરિવહન મહામંડળ દ્વારા બાળક દત્તક લેનારી મહિલા કર્મચારીને 180 દિવસની રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વ મહિલા દિવસ (8 માર્ચ 2023)ના રોજ આ આદેશ રાજ્યના તમામ વિભાગ નિયંત્રણ, કાર્યકારી અધિકારીઓ ને પણ આપવામાં આવ્યો છે. આ આદેશ એટલે મહિલા દિવસે મહિલાઓ માટે જાણે એક ગીફ્ટ સમાન છે.
આ રજા માટે કેટલીક શરતો પણ છે. જે અંતર્ગત દત્તક વિધી વખતે દત્તક બાળકની ઉંમર 1 વર્ષ કે તેથી નાની હશે તો 180 દિવસની રજા મળશે. પણ જો આ બાળક 1 થી 3 વર્ષનું હશે તો બાળક દત્તક લીધુ એ દિવસથી 90 દિવસ સુધી રજા મળશે. આ રજાનો લાભ દત્તક સંસ્થા પાસેથી બાળક દત્તક લીધા બાદ દત્તક ગ્રહણ-પૂર્વ પોષણ અને દેખરેખ માટે અપાશે. આ લાભ કાયદાકીય રીતે બાળક દત્તક લીધા બાદ જ મળશે. આ સાથે અનેક નિયમો છે જેના આધારે મહિલાને રજા મળશે એવી જાણકારી મહામંડળ દ્વારા આપવામા આવી હતી.
ઉપરાંત આ લાભ લેવા માટે કર્મચારીએ જરુરી દસ્તાવેજ રજાની અરજી સાથે જોડવાના રહેશે. આ અંગે મહા મંડળના એક અધિકારીએ જાણાકારી આપી હતી તથા આ નિયમને કારણે મહિલા તેના બાળકને યોગ્ય સમય આપી શકશે એવું પણ તેમણે જણાવ્યું હતું.
બે કરતાં ઓછા બાળકો જે મહિલાને છે અને તેણે આ વિશેષ રજાનો લાભ લીધા બાદ તેને પ્રસૂતી રજા, દત્તક બાળક માટેની રજા તથા સરોગસી માટે કોઇ વિશેષ રજા મળશે નહીં. વિશેષ રજા માટે સર્વિસ ઇયરની જરુર નથી પણ બે વર્ષ કરતાં ઓછી નોકરીનો સમય ધરાવનાર મહિલાએ કાર્યલય પાસેથી વિશેષ પત્ર મેળવવો પડશે. આ રજા લિધી બાદ આવી મહિલાઓ જેમની નોકરી બે વર્ષ કરતાં ઓછી છે તેમને એક બંધન પત્ર આપવાનું રહેશે કે રજા પૂરી થયા બાદ ઓછામાં ઓછા બે વર્ષ સુધી તે રાજ્ય શાસનને ઓછા માં ઓછી બે વર્ષ સેવા આપશે.