આટલા દિવસ, આટલા હશે મેગા-જમ્બો બ્લોક
મુંબઈઃ રેલવે ટ્રેક અને સિગ્નલિંગ માટે પશ્ચિમ રેલવેમાં શનિવારે રાતના, રવિવારે બિલિમોરા સેક્શન અને મધ્ય રેલવેમાં મુલુંડ-માટુંગા, હાર્બર લાઈનમાં રવિવારે બ્લોક અને વસઈમાં બ્લોકને કારણે ટ્રેનસેવા પર અસર પડશે, તેથી પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી શકે છે. પશ્ચિમ રેલવેમાં સાંતાક્રુઝ સ્ટેશને આવતીકાલે રાતના નાઈટ બ્લોક રહેશે. પશ્ચિમ રેલવેમાં સાંતાક્રુઝ સ્ટેશન ખાતે રુટ રિલ ઈન્ટરલોકિંગ (આરઆરઆઈ) પેનલને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (ઈઆઈ) પેનલ બદલવા માટે આજે રાતના મેજર બ્લોક રહેશે. સાંતાક્રુઝ સ્ટેશન ખાતે અપ એન્ડ ડાઉન લાઈનમાં રાતના દસ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી અને અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 12.35 વાગ્યાથી સવારના 4.35 વાગ્યા સુધી અને પાંચમી લાઈનમાં રાતના 11.00 વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી બ્લોક રહેશે. ઉપરાંત, એના સિવાય સિગ્નલિંગ અને ઓએચઈના મેઈન્ટેનન્સ માટે વસઈ રોડ અને વિરાર સ્ટેશનની વચ્ચે મંગળવારે રાતના 12.30 વાગ્યાથી વહેલી સવારના 4.30 વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન લાઈનમાં ચાર કલાકનો જમ્બો બ્લોક રહેશે. બ્લોક દરમિયાન વસઈ અને વિરાર સ્ટેશનની વચ્ચે ડાઉન સ્લો લાઈનની લોકલ ટ્રેનો ડાઉન ફાસ્ટ લાઈનમાં દોડાવાશે.
બીજા બ્લોક રવિવારે બિલિમોરા-ડુંગરી સેક્શનમાં પણ રવિવારે સવારના 9.35 વાગ્યાથી બપોરના 2.05 વાગ્યા સુધી બ્લોક રહેશે, જેથી મુંબઈથી અમદાવાદ વચ્ચેના સેક્શનની અમુક ટ્રેન પર અસર થશે. પશ્ચિમ રેલવે સિવાય મધ્ય રેલવેમાં રવિવારે મુલુંડ અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં સવારના 11.05 વાગ્યાથી બપોરના 3.55 વાગ્યા સુધી પાંચ કલાકનો બ્લોક રહેશે. હાર્બરલાઈનમાં પનવેલ-વાશી અપ એન્ડ ડાઉન લાઈનમાં સવારના 11.05 વાગ્યાથી બપોરના 4.05 વાગ્યા સુધી બ્લોક રહેશે.