Homeપુરુષવારંવાર ફોન જોવાની આદત હોય તો સુધારી દો

વારંવાર ફોન જોવાની આદત હોય તો સુધારી દો

સ્પેશિયલ – નિધિ ભટ્ટ

કેન્સરથી લઇને બીજી ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો, મગજ પર પણ અસર થાય છે

લોકોનું હાલનું જીવન ભાગાદોડીવાળું અને સ્ટ્રેસફુલ થઇ ગયું છે. આ ફાસ્ટ લાઇફમાં લોકો પણ દિવસેને દિવસે વધુને વધુ ઝડપી થઇ રહ્યા છે. હાલના દિવસોમાં અનેક લોકોને વારંવાર સ્માર્ટફોન ચેક કરવાની આદત પડી ગયેલી જોવા મળે છે. આ આદતના કારણે હેલ્થને નુકસાન પણ થઇ શકે છે.
આજની આ ફાસ્ટ લાઇફમાં દિવસેને દિવસે મોબાઇલ ફોનનો ઉપયોગ વધતો જાય છે. અનેક લોકોને સ્માર્ટફોન વગર ચાલતું જ નથી. સ્માર્ટફોનની આદત એટલી હદ સુધી લોકોમાં વ્યાપી ગઇ છે. હવે એ લોકો માટે એવું કહેવાય છે કે તેમને એક ટાઇમ જમવાનું નહીં મળે તો ચાલશે, પણ ફોન તો સાથે જ હોવો જોઇએ. એવું લાગી રહ્યું છે કે જાણે સ્માર્ટફોન લોકોની જિંદગીમાં એક અવિભાજ્ય અંગ બની ગયું છે, પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે જો તમને પણ વારંવાર સ્માર્ટફોન ચેક કરવાની આદત છે તો તમારે આ આદતને સુધારવી જોઇએ.
આ આદતના કારણે તમને અનેક ઘણું નુકસાન થઇ શકે છે. આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે તમે મન મક્કમ કરીને કોઇપણ આદત છોડવા માગો તો એ છૂટી જ જાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે એક અહેવાલ મુજબ સરેરાશ વ્યક્તિ દિવસમાં ૮૫ વાર એમનો ફોન ચેક કરતા હોય છે, એટલે કે દર ૧૫ મિનિટમાં એકવાર. બીજી રીતે એવું કહી શકાય કે તમે જે કામ કરી રહ્યા છો એમાંથી દર પંદર મિનિટે તમે ભટકી રહ્યા છો, જેના કારણે તમારી એકાગ્રતાનો ભંગ
થાય છે.
જો તમે તમારા ફોનમાં વધારેમાં વધારે સમય પસાર કરો છો તો એના કારણે એની ખરાબ અસર તમારા મગજ પર પણ પડી શકે છે. તેથી જો તમને વારંવાર સ્માર્ટફોન ચેક કરવાની આદત છે તો તમારે સર્તક થઇ જવાની જરૂર છે.
સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગથી એમાંથી નિકળતા રેડિએશનથી કેન્સર થવાનું જોખમ રહેલું છે.
તમને ફોન શરીર પર મુકીને ઊંઘવાની આદત છે તો એ આદત તમારે બદલવી જોઇએ. એના રેડિએશનથી મસ્તિષ્ક પર ખોટો પ્રભાવ પડી શકે છે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક વિ-કિરણથી હાડકાંઓ પર અસર થાય છે.
એના કારણે હાડકાંઓમાં રહેલા મિનરલ લિક્વિડ ખતમ થઇ શકે
છે. સ્માર્ટફોનમાંથી નિકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક વિ-કિરણથી ડીએનએ પણ પ્રભાવિત થઇ શકે છે.
સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી એ વ્યક્તિ માનસિક રોગનો દર્દી પણ બની શકે છે. સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગ કરવાને કારણે તેનો પ્રભાવ શરીરમાં કોશિકાઓ પર પડે છે. એના કારણે મગજમાં ઓક્સિજન સરખી રીતે પહોંચતો નથી. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -