પટનાઃ હાલમાં જ મુંબઇ મેટ્રોથી સફર કરનાર હેમા માલિનીની બહુ ચર્ચા થઇ હતી. સોશિયલ મીડિયા યુઝર્સે પીઢ અભિનેત્રી અને મથુરાનાં સાંસદ હેમા માલિનીની તારીફના પૂલ બાંધ્યા હતાં, પણ આજે અચાનક બધા એ જ હેમા માલિનીને ટ્રોલ કરી રહ્યાં છે. આખરે એવું તે શું કર્યું હશે તેમને? તો તમને એ વાત જણાવીએ કે આનું કારણ છે હેમા માલિની દ્વારા કરવામાં આવેલું એક ટવિટ. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ કહ્યું હતું કે બિહારનો તહેવાર છે એમ કહ્યું છે. યુઝર્સે તેમને ટ્રોલ કરતાં આખરે હેમા માલિનીને માફી માંગવી પડી છે.
It is the Harvest season now. Tamizh Puthandu (New year), Baisakhi (Punjab), Bihu (Bihar) and Pohela Baisakh or Naba Barsha (Bengal) are some of the festivals celebrated. Wish you all a wonderful festival month🙏 pic.twitter.com/dSabiw5ZjF
— Hema Malini (@dreamgirlhema) April 13, 2023
બિહૂ આસામમાં મનાવવામાં આવનાર એક મહત્વનો તહેવાર છે. આસામમાં બોહાગ બિહુ નવા વર્ષના આગમનનું પ્રતીક છે. નવા પાકના તૈયાર થવાની ખુશીમાં આ તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે, પણ હેમા માલિનીએ શુભકામનાઓ માટે ટવિટ કરતી વખતે બિહુને બિહારનો તહેવાર ગણાવ્યો. ત્યાર બાદ જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. આખરે હેમા માલિનીએ વધુ એક ટવિટ કરી પોતાની ભૂલની માફી માંગી હતી.
હેમા માલિનીએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે આ પાક કાપવાની ઋતુ છે. પુથાંડુ (નવું વર્ષ), બૈસાખી (પંજાબ), બિહૂ (બિહાર) અને પોઇલા બોઇશાખ યા નબા બરશા (બંગાલ) આજે મનાવવામાં આવનાર કેટલાંક તહેવારો છે. તમારા બધા માટે આ તહેવારો શાનદાર રહે.
આ ટ્વીટ બાદ જ્યારે હેમા માલિની ટ્રોલ થયા ત્યારે એમને ભૂલની જાણ થઇ. તેમણે બીજું ટ્વીટ કરી આ કિસ્સામાં માફી માંગી. હેમા માલિનીએ લખ્યું કે, મેં ભૂલથી બિહૂને બિહારનો તહેવાર કહ્યો. એ વાતનું મને દુ:ખ છે.