દુનિયામાં એક કરતાં એક ચઢિયાતી અજાયબીઓ આવેલી છે, જેમાં નદી, વૃક્ષ, પર્વત, સમુદ્ર વગેરે વગેરે… દરેક જગ્યાએ કંઈક ને કંઈક એવું નવું કે યુનિક જોવા મળે છે કે જે જોઈને લોકોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. આજે અમે તમને અહીં એક એવી નદી વિશે કે જે પોતાનો કલર બદલે છે. આ પહેલાં થોડાક દિવસ પહેલાં એક એવી નદીના ફોટો વાઈરલ થઈ રહ્યા હતા કે જેનું પાણી લોહી જેવું લાલ હોય છે, પરંતુ આજે અમે જે નદીની વાત કરી રહ્યા છીએ તેનું પાણી માત્ર લાલ જ પણ ઘણા બધા કલર બદલે છે. સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ નદી સમયની સાથે તેના પાણીનો રંગ બદલે છે. આ રંગ બદલાતી નદીને જોઈને તમે પણ વિચારશો કે તેણે તો આ બાબતમાં કાચિંડાને પણ પાછળ છોડી દીધો છે.
આ નદી કોલંબિયામાં આવેલી છે અને આખી દુનિયામાં આ નદી કેનો ક્રિસ્ટલ્સ તરીકે જાણીતી છે અને તેની સૌથી ખાસ વાત એ છે કે તે ઋતુ પ્રમાણે તેના પાણીનો રંગ બદલે છે. સ્થાનિકોમાં આ નદીને 5 રંગોની નદી અથવા લિક્વિડ મેઘધનુષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે કેનો ક્રિસ્ટલ્સ નદી કોલંબિયાના સેરાનિયા ડે લા માકેરેના નેશનલ પાર્ક સુધી વહે છે. આ સમગ્ર નદી 100 કિલોમીટરથી વધુમાં ફેલાયેલી છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં પ્રકૃતિના આ અનોખી અજાયબીને જોવા માટે આવે છે. કેનો ક્રિસ્ટલ્સ નદી પ્રથમ 6 મહિના સુધી તો સામાન્ય નદી જેવી જ દેખાય છે પણ પછી તેનું પાણી સામાન્ય નદીની જેમ કાદવવાળું રહે છે. ત્યાર બાદમાં જૂનથી નવેમ્બર સુધી આ નદી ઘણા રંગ બદલે છે. તેમાં પીળો, લાલ, કાળો, લીલો અને વાદળી રંગનો સમાવેશ થાય છે. આ નદીને વિશ્વની સૌથી સુંદર નદી પણ કહેવામાં આવે છે.
આ નદીનું પાણી કલર કલર બદલે છે તેની પાછળ એક વિજ્ઞાન રહેલું છે. પોડોસ્ટેમેસી અને ક્લેવિગેરા જેવી વનસ્પતિ કેનો ક્રિસ્ટલ્સ નદીની સપાટી પર જોવા મળે છે અને તેઓ પાણીની નીચે સપાટી પર વળગી રહે છે અને તેમના બદલાતા રંગને કારણે પાણીનો રંગ પણ બદલાતો રહે છે. જો તમે આ નદીના કિનારે ફરવા જવા માંગો છો તો તમને જણાવી દઈએ કે આ નદીની નજીક એક દિવસમાં માત્ર 200 લોકો જ જઈ શકે છે. સુરક્ષાના કારણોસર અહીં કોઈને પણ મંજૂરી વગર ફરવાની પરવાનગી નથી આપવામાં આવતી.