દરેક પ્રેમિકાની દિલીખ્વાહિશ હોય કે એનો પ્રેમી એના માટે કંઈક એવું કરે કે જે અત્યાર સુધી કોઈના પ્રેમીએ ના કર્યું હોય અને પ્રેમી કે પ્રેમિકાને મળવા માટે સાત સમંદર પાર કરવાના દિવસો હવે જૂના થઈ ગયા છે અને કુછ તુફાની કરતે હૈ કરવાના દિવસો આવી ગયા છે. આજે અહીં આપણે જાણીશું કે આખરે પ્રેમમાં શું વધુ તૂફાની કરી શકાય.
અત્યાર સુધી તમે તમારા પાર્ટનર સાથે હોટેલ્સમાં, બગીચામાં કે એકાંતવાળી જગ્યાએ રોમાન્સ કર્યો હશે, પણ ક્યારેય તમે સ્પેસમાં જઈને તમારા પાર્ટનર સાથે રોમાન્સ કરવાનો વિચાર કર્યો છે? સવાલ સાંભળીને જ તમને થયું હશે કે શું ધડ-માથા વગરની વાતો થઈ રહી છે યાર, આવું તે કંઈ હોતુ હશે… પણ બોસ એવું નથી. હવે સ્પેસમાં પ્રેમ, રોમાન્સ અને સેક્સની તક મળવાનું શક્ય છે. અહીં અમે કોઈ આ કોઈ સાઈ-ફાઈ ફિલ્મની સ્ટોરી વિશે નથી વાત કરી રહ્યા પણ આ વાસ્તવિકતા છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથે અંતરિક્ષમાં રોમાન્સ કે અંતરંગ પળો માણવા માંગો છો તો તમારે નાસાના આ પ્રોજેક્ટ વિશે ચોક્કસ જ જાણવું જોઈએ.
નાસા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી કાળા માથાના માનવીએ સ્પેસમાં આવું કંઈ કર્યું નથી પણ હવે તે શક્ય બનવા જઈ રહ્યું છે. પ્રેમી-પંખીડાઓ માટે રોમાન્સની નવી દુનિયા શરૂ કરવા માટેની સંપૂર્ણ તૈયારી નાસાએ કરી લીધી છે. આ પ્રોજેક્ટને નાસા દ્વારા 68 માઈલ હાઈ ક્લબ એવું નામ આપવામાં આવ્યું છે.
આ ક્લબમાં જોડાઈને તમે પણ તમારા જીવનસાથી સાથે અંતરિક્ષમાં રોમાંસ કરી શકશો, સંબંધો બાંધી શકશો. આ માટેનું બુકિંગ પણ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાસાની તમામ તૈયારીઓ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે અને ત્યાર બાદ આવું કરવાનું શક્ય બનશે.
ટૂંક સમયમાં જ લોકો સ્પેસમાં રોમાન્સ માટેનું બુકિંગ શરૂ કરી શકશે. નાસાના અવકાશયાત્રી જોસ હર્નાન્ડિઝે સ્પેસ રોમાન્સ પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે આ વર્ષે કમર્શિયલ ફ્લાઈટ્સને લીલી ઝંડી મળતા જ પ્રેમમાં કંઈક કરનારાઓ સ્પેસ ટુરિસ્ટ બનીને રોમાંસનો નવો રેકોર્ડ બનાવશે.
વધુમાં તેણે એવું પણ જણાવ્યું હતું કે અંતરિક્ષમાં રોમાન્સ કે સેક્સ કરવું બિલકુલ ગેરકાયદેસર નથી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ સ્પેસ ટૂરના ખર્ચને લઈને જોસે કહ્યું કે એક મુસાફરનું ભાડું 3 કરોડ 75 લાખ રૂપિયા હશે. મતલબ કે તમારી અને તમારા પાર્ટનરના સ્પેસ રોમાંસની કિંમત 7 કરોડ રૂપિયાથી વધુ હશે…. હવે આટલી મોંઘી કિંમતનો રોમાન્સ કરવો કોને પોસાશે એ તો રામ જાણે, પણ આ સ્કીમ છે એકદમ ઈન્ટરેસ્ટિંગ.