Homeટોપ ન્યૂઝહેટ સ્પીચ મામલે SP નેતા આઝમ ખાનને ત્રણ વર્ષની સજા

હેટ સ્પીચ મામલે SP નેતા આઝમ ખાનને ત્રણ વર્ષની સજા

સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન આઝમ ખાનને ભડકાઉ ભાષણ આપવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં કોર્ટે તેને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. તેમણે વિધાનસભાનું સભ્યપદ પણ ગુમાવવું પડી શકે છે. આ સ્થિતિમાં આઝમ ખાન માટે આ બેવડો ફટકો છે.
ભડકાઉ ભાષણનો આ મામલો 2019ની લોકસભા ચૂંટણી સાથે સંબંધિત છે. આઝમ ખાને રામપુરની મિલક વિધાનસભામાં ચૂંટણી ભાષણ દરમિયાન કથિત રીતે વાંધાજનક અને ભડકાઉ ટિપ્પણી કરી હતી. આ ફરિયાદ ભાજપના નેતા આકાશ સક્સેનાએ કરી હતી. આ મામલામાં રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે 27 ઓક્ટોબરે પોતાનો ચુકાદો આપતાં આઝમ ખાનને દોષિત ઠેરવ્યા છે.
આઝમ ખાનના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, અમે અમારી દલીલો પૂરી કરી લીધી છે. આ અમારું ભાષણ નથી. આ નકલી રીતે બનાવવામાં આવેલું ભાષણ છે. ફરિયાદ પક્ષ કોર્ટમાં પોતાનો કેસ સાબિત કરી શક્યો નથી. અમે કોઇ ભડકાઉ ભાષણ આપ્યું નથી. અમારી સામે ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે.
આઝમ ખાનને જેલની સજા તો થઇ છે, પણ તેમની સામે હજી કેટલાક વિકલ્પો છે. તેઓ જામીન માટે નીચલી અદાલતમાં અરજી કરી શકે છે. ત્યાં તેમનો કેસ સ્વીકારવામાં આવે તો તેમને જામીનની શક્યતા છે, પણ જો ત્યાં તેમની અરજી ફગાવી દેવામાં આવે તો તેઓ હાઇ કોર્ટમાં અરજી કરી શકે છે. જોકે, તેમની માટે આગળનો રસ્તો થોડો મુશ્કેલ છે.
આ પહેલા પણ આઝમ ખાન એક વખત બે વર્ષ માટે જેલમાં જઈ ચૂક્યો છે. તે ફુલપુર જેલમાં બંધ હતો. ત્યારબાદ તેમના પર વકફ બોર્ડની મિલકત પર ખોટી રીતે કબજો કરવાનો કેસ ચાલી રહ્યો હતો. એ કેસમાં તેમને જેલની સજા થઇ હતી અને તે બે વર્ષ માટે જેલમાં સળિયા પાછળ હતો. જોકે, આ વર્ષે તેને એ કેસમાં જામીન મળી ગયા હતા. એક રાહત થઇ ત્યાં તેમને હવે ભડકાઉ ભાષણના મુદ્દે ફરી એક વાર જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -