સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડાએ આ વર્ષે ‘લિગર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં તેણે બોક્સરનું પાત્ર ભજવ્યું હતું, જેના માટે અભિનેતાએ ટ્રેનિંગ લીધી હતી. આ દરમિયાન તેને ખભામાં ઈજા થઈ હતી. હવે અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની હેલ્થ અપડેટ આપી છે. અભિનેતાએ ખુલાસો કર્યો છે કે તે આઠ મહિના પછી સાજો થયો છે.
વિજયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો સ્ટોરી શેર કરી છે. આ સાથે તેણે કહ્યું છે કે આઠ મહિના બાદ પીઠ હવે સારી થઈ છે. હવે કમબેક માટે તૈયાર છે. નોંધનીય છે કે વિજય તેની આગામી ફિલ્મ ‘જન ગણ મન’ની તૈયારીમાં વ્યસ્ત છે. પુરી જગન્નાથ પણ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને એવી અપેક્ષા છે કે તે આવતા વર્ષે સિનેમાઘરોમાં ધમાલ મચાવી શકે છે. આ સિવાય તે સામંથા રૂથ પ્રભુ સાથે ‘કુશી’માં જોવા મળશે.