ભારતીય સૈનિક ભારતની સીમા પર સુરક્ષા માટે વર્ષના 365 દિવસ અને 24 કલાક તહેનાત છે, તેમને કારણે જ આપણે આપણા ઘરોમાં રાતે શાંતિથી ઊંઘી શકીએ છીએ. સીમા પર ગમે એટલા વિષમ વાતાવરણમાં પણ તેઓ દેશની સેવા કરે છે. આવા જ દેશભક્ત સૈનિકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
એક્ટર સોનુ સુદે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ સૈનિકોનો વીડિયો પોસ્ટ કર્યો છે. સોનુએ શેયર કરેલાં આ વીડિયોમાં ભારતીય સૈનિકો સૂતેલા છે અને તેમની ઉપર બરફનો વરસાદ પડી રહ્યો છે. હિમવર્ષાને કારણે સૈનિકોના શરીર પર બરફનો થર જમા થવા લાગે છે. સોનુએ આ વીડિયોને કેપ્શનમાં લખ્યું છે કે મારા દેશના સૈનિકો મારા દેશને મહાન બનાવે છે.
निशब्द…मेरे देश के सैनिक मेरे देश को महान बनाते हैं।
जय हिन्द 🇮🇳 pic.twitter.com/QTDoFJvmw9— sonu sood (@SonuSood) January 8, 2023
સોનુએ શેયર કરેલો આ વીડિયો જોઈને શરીરના રુંવાડા ઊભા થઈ જાય એમ છે. આપણે અહીંયા ઉષ્ણતામાનમાં સામાન્ય ઘટાડો જોવા મળે તો પણ કાગારોળ મચાવી દઈએ છીએ, તો સીમા પર રક્ષા કરનારા સૈનિકોની હાલત વિશે વિચાર કરી જુઓ કે ગમે એવા વિષમ વાતાવરણમાં પણ તેઓ દેશની સેવા માટે હંમેશા જ તત્પર હોય છે.