બોલીવુડના સુપર સ્ટાર સોનુ સુદે હાલમાં જ એક નવી નક્કોર, મોંઘીદાટ કાર ખરીદી છે અને આ કારની કિંમત અને ફીચર્સ વિશે જાણીને તમારી આંખો આશ્ર્ચર્યથી ચોક્કસ પહોળી થઈ જશે. સોનુની આ નવી કારની કિંમત આશરે રૂપિયા બે કરોડ જેટલી છે અને વાત કરીએ કારના ફિચર્સની તો ફિચર્સની બાબતમાં આ કાર ભલભલી લક્ઝુરિયરસ કારની બાપ છે.
સોનુએ પોતાની નવી કાર સાથેનો ફોટો હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ કારમાં ફુલી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, લેધર સીટ કવર, ઈલેક્ટ્રિક સન રૂફ, ૪ ઝોન ક્લાયમેટ ક્ધટ્રોલ, મેમરી ફંક્શનની સાથે સાથે જ ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ સીટ, ટચ સ્ક્રીન ઈન્ફોટેમેન્ટ સ્ક્રીન, પેડલ શિફ્ટર્સ, રિયર સીટ એન્ટરટેઈન્ટમેન્ટ સ્ક્રીન જેવા ફીચર્સ છે.
એટલું જ નહીં આ કારમાં મસાજર ફંક્શન અને રિમોટ ક્ધટ્રોલ પાર્કિગની સુવિધા પણ આપવામાં આવી છે.
કારનું એન્જિન ૩૩૩ બીએચપી અને ૪૫૦ એનએમનું પીક ટૉર્ક જનરેટ કરે છે અને તેને ૮ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે જોડવામાં આવ્યું છે અને પાવર ચારેય પૈડાંને સપ્લાય કરવામાં આવે છે.