ઘણા સમયથી બોલીવૂડની માઠી દશા બેઠી છે અને તેની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે એવા સમયે સોનમ કપૂરની ‘બ્લાઇન્ડ’ ફિલ્મ જે લાંબા સમયથી તૈયાર છે તે થિયેટરમાં નિષ્ફળ જવાના ડરે હવે સીધી ઓટીટી પર જ રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મના નિર્માતાઓ આ ફિલ્મને જુદા જુદા પ્લેટફોર્મ પર વેચવા માંગતા હતા, પરંતુ તેઓ જે કિંમત માંગતા હતા તે આપવા માટે ઓટીટી પ્લેટફોર્મન્સ તૈયાર ન હતા, તેથી તેમણે માંડ માંડ એક ઓટીટી પ્લેટફોર્મ સાથે સોદો પાર પાડ્યો છે. હવે 2023ના વર્ષમાં ગમે ત્યારે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સોનમ કપૂર, પુરબ કોહલી વિનય પાઠક અને લીલેટ દુબે જેવા કલાકારો છે. આ ફિલ્મ 2011ની કોરિયાઈ ફિલ્મની સત્તાવાર રિમેક છે, જેનું શીર્ષક પણ ‘બ્લાઇન્ડ’ જ હતું.