ઈન્ટરનેટ યુગમાં અનેક કંપનીઓ એવી છે કે જે તમારા બેડરુમથી લઈને આખા દિવસ દરમિયાન થતી અંગત વાતો સાંભળે છે અને એ પણ તમારી જાણ બહાર. જોકે, આ કંપનીઓને આપણી વાતો સાંભળવાની પરવાનગી પાછી આપણે જ આપી હોય છે એ તમારી જાણ ખાતર… મોબાઈલ ફોનમાં હાથમાં આવી ગયા બાદ આડેધડર કેમેરા, લોકેશન, ફોનબુકથી લઈને માઈક વાપરવા સુધીની જાત જાતની પરવાનગી આપણે મોબાઈલ ફોનને આપી દઈએ છીએ પણ આ બધી પરવાનગીનો કેવો અને કેટલો ઉપયોગ થાય છે એ જાણવાની દરકાર સુધા નથી લેતાં આપણે. ગૂગલ વોઈસ આસિસ્ટન્સ માટે આપણે માઈકને પરમિશન આપીએ છીએ. જેથી આપણો અવાજ સાંભળીને ગૂગલ કામ કરે છે. પરંતુ આપણું કામ પૂરું થઈ ગયા પછી આપણે એ પરમિશનનું ઓપ્શન ઓફ કરવાનું ભૂલી જઈએ છીએ. આ ડિવાઈસ માઈક્રોફોનનો ઉપયોગ આપણી અંગત વાતો સાંભળવા માટે કરે છે. ઘણી વખત ફેસબુક આપણી પાસેથી માઈક્રોફોનનું એક્સેસ માગે છે. આ સિવાય વીડિયો ચેટ કે ટેક્સ્ટ ટુ સ્પીચ માટે પણ માઈક્રોફોનની પરવાનગી માગવામાં આવે છે. પણ આ જ માધ્યથી દૂર બેઠાં કોઈ આપણી જાણ બહાર આપણી બધી વાતો સાંભળી રહ્યું છે એ આપણે પરવાનગી આપતા પહેલાં ભૂલી જઈએ છીએ, જે જોખમી સાબિત થઈ શકે છે. એટલે જ મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જ વિવેક બુદ્ધિથી કરવો જોઈએ.