પ્રાસંગિક-દિક્ષીતા મકવાણા
ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતી આજે ૨૯ ડિસેમ્બરે છે. શીખ ધર્મના દસમા ગુરુ ગુરુગોવિંદસિંહજીના જીવન વિશેના કેટલાક રસપ્રદ તથ્યો અચૂક જજાણવા જેવાં છો.
૧. શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદસિંહજી (ગુરુ ગોવિંદસિંહ) નો જન્મ ૧૬૬૬ માં પટનામાં માતા ગુજરી અને પિતા શ્રી ગુરુ તેગબહાદુરજીના ઘરે પોષ સુદી સપ્તમી (૭) ના રોજ થયો હતો. જ્યારે પંજાબમાં ગુરુ તેગબહાદુરના ઘરે સુંદર અને સ્વસ્થ બાળકના જન્મના સમાચાર પહોંચ્યા ત્યારે શીખ સંગે ખૂબ જ આનંદથી તેમનું સ્વાગત કર્યું. તે સમયે કરનાલ પાસેના સિયાના ગામમાં મુસ્લિમ સંત ફકીર ભીખાન શાહ રહેતા હતા. તેમણે ભગવાનની એટલી બધી ભક્તિ અને નિ:સ્વાર્થ તપસ્યા કરી હતી કે તેઓ પોતે ભગવાનના સ્વરૂપ જેવા દેખાવા લાગ્યા.
૨. જે સમયે પટનામાં ગુરુ ગોવિંદસિંહનો જન્મ થયો હતો, ભીખાન શાહ સમાધિમાં તલ્લીન બેઠા હતા, તે જ અવસ્થામાં તેમણે પ્રકાશનું એક નવું કિરણ જોયું જેમાં તેમણે એક નવજાત બાળકનું પ્રતિબિંબ પણ જોયું. ભીખાન શાહને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે ભગવાનના પ્રિય પીર દુનિયામાં પ્રગટ થયા છે. તે અન્ય કોઈ નહીં પણ ભગવાનના અવતાર ગુરુ ગોવિંદસિંહજી હતા.
૩. તે સમયે ગુરુ તેગબહાદુરજી બંગાળમાં હતા અને તેમના વચન મુજબ બાળકનું નામ ગોવિંદરાય રાખવામાં આવ્યું હતું. ગુરુ ગોવિંદસિંહજી એ વ્યક્તિત્વ છે જેમણે આનંદપુરની તમામ સુખ-સુવિધાઓ, માતાની મમતા, પિતાની છાયા અને બાળકોનો લગાવ છોડીને ધર્મની રક્ષાનો માર્ગ પસંદ કર્યો. ગુરુ ગોવિંદસિંહજીની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ પોતાને અન્યોની જેમ સામાન્ય વ્યક્તિ માનતા હતા.
૪. ગોવિંદસિંહજીએ ક્યારેય જમીન, પૈસા, સંપત્તિ અને રાજ્ય માટે લડાઈ નથી લડી, તેમની લડાઈ હંમેશાં જુલમ, અન્યાય, અનીતિ અને અત્યાચાર સામે હતી. ગુરુ ગોવિંદસિંહજી જેવો બીજો કોઈ પુત્ર ન હોઈ શકે, જેણે પોતાના પિતાને હિંદુ ધર્મની રક્ષા માટે શહીદ થવાનો આગ્રહ કર્યો.
૫. ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમણે ભારતીય વારસા અને જીવન મૂલ્યોનું રક્ષણ કરવા અને દેશની ઓળખ માટે સમાજને નવેસરથી તૈયાર કરવા ખાલસાની રચનાનો માર્ગ અપનાવ્યો. જો લેખક તરીકે જોવામાં આવે તો, ગુરુ ગોવિંદસિંહજીના આશીર્વાદ છે. તેમના દ્વારા લખાયેલ દશમ ગ્રંથ, ભાષા અને ઉચ્ચ વિચારને સમજવું દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી.
૬. ગુરુ ગોવિંદ સિંહજી કહેતા હતા કે યુદ્ધની જીત સૈનિકોની સંખ્યા પર ન હોવી જોઈએ, બલ્કે તે તેમની હિંમત અને મજબૂત ઈચ્છાશક્તિ પર આધારિત છે. જે સાચા સિદ્ધાંતો માટે લડે છે તે ધર્મનો યોદ્ધા છે અને ભગવાન તેને હંમેશા વિજયી બનાવે છે. તેથી એમ કહી શકાય કે ગુરુ ગોવિંદસિંહજી જેવો મહાન પિતા કોઈ નથી, જેમણે પોતે પોતાના પુત્રોને શસ્ત્રો આપ્યાં અને કહ્યું કે, મેદાનમાં દુશ્મનનો સામનો કરો અને શહીદીનો પ્યાલો પી લો.
૭. ગુરુ ગોવિંદસિંહ કાર્યના મહાન નેતા, એક અનન્ય ધર્મ રક્ષક, એક ઉત્સાહી શૂરવીર કવિ અને સંઘર્ષશીલ બહાદુર યોદ્ધા હતા. તેમનામાં ભક્તિ, શક્તિ, જ્ઞાન, શાંતિ, અતૂટ નિષ્ઠા અને નિશ્ચયનું અદ્ભુત વર્ચસ્વ હતું, સમાજના ઉત્થાન અને ધર્મ અને રાષ્ટ્રના નૈતિક મૂલ્યો માટે ત્યાગ અને બલિદાનની માનસિકતાથી તેઓ રંગાયેલા હતા.
૮. ગુરુ ગોવિંદસિંહે ઝફરનામા, શબ્દ હજારે, જાપ સાહિબ, અકાલ ઉસ્તાત, ચાંડી દી યુદ્ધ, બચિત્ર નાટક સહિત અન્ય રચનાઓ પણ રચી હતી. બૈસાખીનો દિવસ શીખ ધર્મના ઈતિહાસમાં સૌથી મહતત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે જ ગુરુ ગોવિંદસિંહજીએ વર્ષ ૧૬૯૯માં ખાલસા પંથની સ્થાપના કરી હતી.
૯. શ્રી પાઓંતા સાહિબ / શ્રી પાઓંતા સાહિબ ગુરુદ્વારા શીખ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, કારણ કે ગુરુ ગોવિંદસિંહજીએ અહીં ચાર વર્ષ વિતાવ્યા હતા. કહેવાય છે કે આ ગુરુદ્વારાની સ્થાપના કર્યા બાદ તેમણે દશમ ગ્રંથની સ્થાપના કરી હતી.
૧૦. ગુરુ શ્રી ગોવિંદસિંહ, જેઓ બલિદાન અને બહાદુરીના ઉદાહરણ હતા, તેમણે હંમેશાં બુરાઈઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. અને તેઓ નાંદેડ સાહિબ ખાતે ૧૭૦૮ માં દિવ્ય પ્રકાશમાં સમાઈ ગયા. તેમના અંતિમ સમયમાં, તેમણે શીખ સમુદાયને ગુરુ ગ્રંથ સાહિબને તેમના ગુરુ માનવાનું કહ્યું અને તેમણે પોતે ત્યાં માથું નમાવ્યુંહતું. ગુરુ ગોવિંદસિંહ જેવું કોઈ નહોતું અને કોઈ હશે પણ નહીં. ગુરુ ગોવિંદસિંહજી શીખોના દસમા ગુરુ છે. તેમાં ગુરુ નાનક દેવનો પ્રકાશ પ્રગટ થયો હતો, તેથી તેને દસમો પ્રકાશ પણ કહેવામાં આવે છે. ઉ