Homeધર્મતેજઆટલા દિવસ બાદ છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો સમય અને તારીખ...

આટલા દિવસ બાદ છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો સમય અને તારીખ…

હિંદુ ધર્મમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના પરિવર્તનનું એક આગવું મહત્ત્વ રહ્યું છે અને એ જ અનુસંધાનમાં આગળ વાત કરીએ આ વર્ષે થનારા સૂર્યગ્રહણની તો આ વર્ષે કુલ ચાર ગ્રહણ થશે, આ ચારમાંથી પહેલું ગ્રહણ એપ્રિલ મહિનામાં થવા જઈ રહ્યું છે, ગુરુવારે 20મી એપ્રિલ, 2023ના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણને કારણે વ્યક્તિની રાશિમાં પણ ફેરફાર જોવા મળે છે અને ગ્રહણના કારણે વ્યક્તિની આસપાસની વસ્તુઓ અને ઘટના પર પણ તેની અસર જોવા મળે છે અને આ જ કારણસર આપણા વડીલો ગ્રહણ દરમિયાન કેટલાક કામો કરવાની મનાઈ ફરમાવી ગયા છે કે પછી એટલા માટે ગ્રહણ દરમિયાન કોઈપણ પ્રકારના કામ ટાળવા જોઇએ.
જોકે એપ્રિલ મહિનામાં થનાર આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, પૂર્વ અને દક્ષિણ એશિયા સહિત હિંદ મહાસાગરમાં જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણની અસર મોટાભાગની રાશિઓ પર રહેશે અને તે કેટલાક લોકો માટે શુભ તો અન્ય લોકો માટે અશુભ ફળ આપનારું હોઈ શકે છે. આવો જાણીએ ગ્રહણનો સમય-
આ વર્ષે, 20 એપ્રિલ 2023ના રોજ થનાર સૂર્યગ્રહણ એ વર્ષનું પ્રથમ ગ્રહણ હશે. ગ્રહણ સવારે 07:04 કલાકથી શરૂ થશે અને બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે. સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 05 કલાક 24 મિનિટનો રહેશે. જોકે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સુતક સમયગાળાને ભારતમાં માનવામાં આવશે નહીં.
વાત કરીએ ગ્રહણની અસરની તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય મેષ રાશિમાં રહેશે અને આ સાથે જ બુધ અને રાહુ પણ આ રાશિમાં પ્રવેશ કરશે. પરિણામે એવું માનવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણના બે દિવસ બાદ ગુરુ પણ તેની રાશિ બદલી નાખશે. આવી સ્થિતિમાં, આ ગ્રહણ મોટાભાગની રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, ધ્યાનમાં રાખો કે ગ્રહણના સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરો. તેના પરિણામો વિપરીત હોઈ શકે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -